×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુરોપ આ મામલે આપણા પર નિર્ભર થયું, ભારત બન્યો સૌથી મોટો સપ્લાયર, રશિયાને થઈ રહ્યો છે ફાયદો

image : Envato


ભારત યુરોપને રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટનો સૌથી મોટો સપ્લાયર બની ગયો છે. એનાલિટિક્સ ફર્મ Kpler ના ડેટામાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે રશિયન ઓઈલ પર પ્રતિબંધ બાદ ભારતના રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનો પર યુરોપની નિર્ભરતા વધી છે.  બીજી તરફ ભારત રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી રહ્યું છે. આ રીતે પ્રતિબંધો છતાં રશિયાને તેનો ફાયદો મળી રહ્યો છે.

ભારત રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે

યુક્રેન યુદ્ધના કારણે યુરોપિયન દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. જેના કારણે તે રશિયન ક્રૂડ ઓઈલ નથી ખરીદી રહ્યા.  જ્યારે યુરોપિયન બજાર બંધ થયા પછી રશિયા તેના ક્રૂડ ઓઈલની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ જ કારણ છે કે ભારત રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. આંકડાઓ અનુસાર ભારત હાલમાં રશિયા પાસેથી દરરોજ 3,60,000 બેરલ ઓઈલની ખરીદી કરી રહ્યું છે. રશિયા સિવાય ભારત સૌથી વધુ ક્રૂડ ઓઈલ સાઉદી અરેબિયા અને ઈરાક પાસેથી ખરીદી રહ્યું છે.

ફેબ્રુઆરીમાં રશિયા ભારતનો સૌથી મોટો ઓઈલ નિકાસકાર બન્યો

ફેબ્રુઆરીમાં રશિયા ભારતનો સૌથી મોટો ઓઈલ નિકાસકાર બન્યો. ફેબ્રુઆરીમાં, ભારતે રશિયા પાસેથી 3.35 બિલિયન ડૉલર અને સાઉદી અરેબિયા પાસેથી 2.30 બિલિયન ડૉલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. હાલમાં ભારત તેની જરૂરિયાતનું 44 ટકા ઓઈલ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે. યુરોપિયન યુનિયનના દેશો પ્રતિબંધોને કારણે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી શકતા નથી. એક તરફ તેઓ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે તો બીજી તરફ તેમને રિફાઈન્ડ પેટ્રોલ પ્રોડક્ટ્સ આયાત કરવી પડી રહી છે. યુરોપમાં ઘણી રિફાઈનરીઓ છે પરંતુ હાલમાં ક્રૂડ ઓઈલની અછતને કારણે તેમનું ઉત્પાદન બંધ કરવું પડ્યું છે. દરમિયાન ભારતમાં ઘણી સરકારી અને ખાનગી રિફાઇનરી કંપનીઓ છે, જે ક્રૂડ ઓઇલને રિફાઇન કરી રહી છે અને યુરોપિયન માર્કેટમાં તેમના રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનો સપ્લાય કરી રહી છે.Russia Ban