×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશેઃ અખિલેશ અને જયંતે સંયુક્ત રીતે કર્યા પ્રહારો


નવી દિલ્હી, તા. 29. જાન્યુઆરી 2022 શનિવાર

યુપીની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો મરણિયા બન્યા છે.

આજે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તેમજ આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, ભાજપે યુપીના વિકાસનો રસ્તો રોકી લીધો છે એટલે લોકોએ ભાજપનો સફાયો કરવાનુ નક્કી કરી લીધુ છે.મોદી સરકારમાં શ્રમજીવીઓ, ખેડૂતો પરેશાન છે.યુપી બાદ ગુજરાતમાં ચૂંટણી થશે અને ગુજરાતમાં પણ ભાજપ ચૂંટણી હારશે.

અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, ગરીબો અને વંચિતો માટે સમાજવાદી કેન્ટીન શરુ કરાશે.જ્યાં 10 રુપિયામાં થાળી મળશે.ગરીબો, શ્રમિકોને સસ્તા ભાવે રાશન અ્ને બીજી વસ્તુઓ અપાશે.લોકોને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવામાં આવશે.

બીજી તરફ જયંત ચૌધરીએ કહ્યુ હતુ કે, યુપી મતદાતાઓ માટે જિન્ના કોઈ મુદ્દો નથી.અમે ભણેલા ગણેલા લોકો છે અને જુઠ્ઠાણા મુક્ત સરકાર આપીશું.યુપી ચૂંટણીમાં મતદાતાઓએ નિર્ણય કરવાનો છે કે, ખેડૂતોને દબાવનાર અને કોઈ વાયદો પૂરો નહીં કરનાર અત્યારની સરકારની પસંદગી કરવાની છે કે પછી જુઠ્ઠુ બોલાનારા અને નફરત ફેલાવનારા સામે લડી રહેલા લોકોની પસંદગી કરવાની છે.

આ પહેલા મુઝ્ઝફરનગરમાં પણ અખિલેશ અને જયંતે કહ્યુ હતુ કે, અણારી સરકાર યુપીમાં આવી તો કોઈ કાળો કાયદો લાગુ નહીં થાય.એમએસપી પર સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરશે અને ખેડૂતોને શેરડીના પૈસા માટે રાહ નહીં જોવી પડે.અમારુ ગઠબંધન ખેડૂતોના હિત માટેનુ ગઠબંધન છે.પહેલી વખતે બે ખેડૂત પુત્રો સાથે છે અને ભાજપનો સફાયો નક્કી છે.