×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુપીમાં ગમખ્વાર અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી ગર્રા નદીમાં ખાબકતા 10થી વધુના મોત


શાહજહાંપુર, તા. 15 એપ્રિલ 2023, શનિવાર

UPના શાહજહાંપુરમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 40 લોકોને ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અચાનક ગર્રા નદીમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા છે. અકસ્માતની જાણ થતા જ હડકંપ મચી ગયો છે. તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.

તિલહરના બિરસિંહપુર વિસ્તારમાં શનિવારે બપોરે ટ્રોલીમાં સવાર થઈને લોકો ગંગાજળ ભરવા જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રોલીમાં લગભગ 40 લોકો સવાર હતા. ઓવરટેક દરમિયાન ટ્રોલી ટ્રેક્ટરથી છૂટી પડીને ગર્રા નદીમાં જઈને ખાબરી ગઈ. આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત કાર્ય શરૂ કરી દીધું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જો કે, વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.

સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાહજહાંપુરમાં ગર્રા નદીમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. દિવંગત આત્માની શાંતિની કામના કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તેમની સંપૂર્ણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો છે.