×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુપીમાં 'અબ્બાજાન' બાદ હવે 'ચાચાજાન', રાકેશ ટિકૈતે ઓવૈસીને ઘેર્યા, કહ્યું- આમના પર કોઈ કેસ કેમ નથી થતો?


- રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ચાચાજાન અસદુદ્દીન ઓવૈસી હવે ઉત્તર પ્રદેશમાં આગી ગયા છે

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા નિવેદનોનો મારો ચાલ્યો છે. હાલ પ્રાંતમાં 'અબ્બાજાન' મુદ્દે રાજકીય જંગ ચાલી રહ્યો હતો ત્યારે હવે 'ચાચાજાન'ની પણ એન્ટ્રી થઈ છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે હાપુડ ખાતે એક રેલી દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને ભારતીય જનતા પાર્ટીના 'ચાચાજાન' ગણાવ્યા હતા. 

એક સભાને સંબોધિત કરતી વખતે રાકેશ ટિકૈતે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ચાચાજાન અસદુદ્દીન ઓવૈસી હવે ઉત્તર પ્રદેશમાં આગી ગયા છે. 

રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો હતો કે, જો અસદુદ્દીન ઓવૈસી ભાજપને ગાળો આપે છે તો તેમના વિરૂદ્ધ કોઈ જ કેસ નથી નોંધાતો. કારણ કે, તે બંને એક જ ટીમ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં કુશીનગર ખાતે એક રેલી દરમિયાન સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અબ્બાજાન કહેવાતા ગરીબોનું બધું રાશન હડપી લેતા હતા. યોગી આદિત્યનાથ અગાઉ પણ સપા પ્રમુખ અખિલેશ યાદવ પર આ અંગે પ્રહાર કરી ચુક્યા છે.