×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુપીના પૂર્વ સીએમ કલ્યાણસિંહના નિધનની ઉડી અફવા, પીએમ મોદીએ ફોન કરી ખબર પૂછ્યા


નવી દિલ્હી,તા.9.જુલાઈ.2021

યુપીના પૂર્વ સીએમ અને ભાજપના પીઢ નેતા કલ્યાણ સિંહ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમના મોતની અફવા ઉડી હતી.જેના પગલે તેમના પૌત્રને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

યુપી સરકારમાં મંત્રી અને ક્લ્યાણસિંહના પૌત્ર સંદીપ સિંહે કહ્યુ હતુ કે, કલ્યાણ સિંહની તબિયત પહેલા કરતા સારી છે અને પીએઅમ મોદીએ પણ ફોન કરીને તેમની તબિયતની જાણકારી મેળવી છે.હું પણ લોકોને અપીલ કરુ છું કે, અફવાઓ પર ધ્યાન ના આપે.બીજી તરફ હોસ્પિટલે પણ કહ્યુ છે કે, કલ્યાણસિંહ આઈસીયુમાં છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

આ પહેલા પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, અસંખ્ય લોકો કલ્યાણસિંહની તબિયતને લઈને પ્રાર્થના કરી રહ્યા છે.મને ખુશી છે કે, ગઈકાલે જે પી નડ્ડા સાથે મુલાકાત દરમિયાન કલ્યાણસિંહજીએ મને યાદ કર્યો હતો.મારી તેમની સાથેની ઘણી યાદો તાજા થઈ છે.તેમની સાથે વાત કરીને મને હંમેશા કંઈને કંઈ શીખવા મળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે યુપીના સીએમ યોગી આદિત્યનાથ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ હોસ્પિટલમાં જઈને કલ્યાણસિંહના ખબર અંતર પૂછ્યા હતા.