×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુદ્ધનું ટેન્શન! સૈન્ય કવાયત વચ્ચે ચીને તાઈવાન પર બોમ્બવર્ષક વિમાનો દ્વારા કરી નકલી 'એરસ્ટ્રાઈક'

image : Twitter'


જ્યારથી તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન અમેરિકાની મુલાકાત લઈને આવ્યા છે ત્યારથી તાઈવાન અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી ગઈ છે. ચીનના સૈન્યએ સતત બીજા દિવસે તાઈવાનને નિશાન બનાવી યુદ્ધાભ્યાસ કર્યો હતો અને ટાપુ જેવા દેશ તાઈવાનના મુખ્ય લક્ષ્યોને નિશાન બનાવી નકલી એરસ્ટ્રાઈક પણ કરી હતી. 

તાઈવાનને ટારગેટ કરાયું 

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે ટાપુની ચોરબાજુ 11 ચાઇનીઝ યુદ્ધજહાજો અને 70 વિમાનોની ઓળખ કરી છે. ચીન તાઈવાન સ્ટ્રેટની નજીક તાઈવાનને ટારગેટ કરીને ત્રણ દિવસ માટે સૈન્ય કવાયત કરી રહ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર ચીને બીજા દિવસે પણ તેના એરસ્પેસની નજીક 58 ફાઈટર જેટ અને સમુદ્રમાં 9 યુદ્ધજહાજ ઉતાર્યા હતા. 

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આપી પ્રતિક્રિયા... 

એક અહેવાલ અનુસાર તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તે ચીનના યુદ્ધાભ્યાસનો શાંતિ અને સંયમિત રીતે જવાબ આપી રહ્યું છે.  તાઈવાને કહ્યું કે સ્થાનિક સમયાનુસાર સાંજના 4 વાગ્યે સુધી જાણ થઈ કે ચીને યુદ્ધવિમાનોમાં ફાઈટર જેટ અને બોમ્બવર્ષક પણ ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે કે ચીન લોકશાહી રીતે સંચાલિત તાઈવાનને પોતાનો ક્ષેત્ર ગણાવે છે અને શનિવારે તેણે ટાપુની ચોરબાજુ ત્રણ દિવસના સૈન્ય અભ્યાસની શરૂઆત કરી હતી.