×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુદ્ધના એંધાણ ઓસરતા શેરબજારમાં તેજીનો ચમકારો : નિફટી 450, સેન્સેકસ 1600 અંક ઉછળ્યા


નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2022 મંગળવાર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ અસમંજસની સ્થિતિ યુદ્ધમાં પરિણામવાની આશંકાએ વિશ્વભરના શેરબજારોમાં બે દિવસથી ભૂકંપ જોવા મળી રહ્યો છે. જોકે આજે બોર્ડર પરથી સારા સમાચાર આવતા ભારતીય શેરમાર્કેટમાં જોરદાર શોર્ટ કવરિંગ જોવા મળી રહી છે.

સામાન્ય ઉછાળા સાથે ટ્રેડ કરી રહેલ ભારતીય બેંચમાર્ક ઈન્ડાયસિસ સેન્સેકસ અને નિફટીમાં 1.30 કલાકના સુમારે એકાએક તેજીનો ચમકારો જોવા મળ્યો છે. 

બીએસઈ સેન્સેકસ 1600 અંકોની આસપાસના ઉછાળે 58,000 નજીક ટ્રેડ કરી રહ્યો છે. નિફટી 50 ઈન્ડેકસ પણ 455 અંકોના બમ્પર ઉછાળે 17,300ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે. નિફટી બેંક ઈન્ડેકસમાં 3%, 1100 અંકોના ઉછાળે 38,000ના સ્તરે કામકાજ કરી રહ્યું છે. 


બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 1.9% અને સ્મોલકેપ ઈન્ડેકસ 1.28% ઉછળ્યાં છે. 

બીએસઈ ખાતે આજના સત્રમાં 1843 શેર વધીને તો 1484 શેર ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે. 475 શેરમાં અપર સર્કિટ તો 230 શેરમાં લોઅર સર્કિટ છે. 105 શેરમાં આજે 52 સપ્તાહનો નવો હાઈ તો 105 શેરમાં જ 52 સપ્તાહનું તળિયું જોવા મળ્યું છે.

રશિયા તરફથી રાહત મળતા આજે બજારને ઉપર ખેંચવાનું કામ રિલયાન્સ અને બજાજ બંધુઓની સાથે ખાનગી બેંકોએ કર્યું છે.