×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન સરહદ પર રશિયાએ વિનાશક હથિયારોનો જમાવડો કર્યો, નવી સેટેલાઈટ તસવીરોએ ચાડી ખાધી


મોસ્કો, તા. 15. ફેબ્રુઆરી 2022 મંગળવાર

રશિયાએ યુક્રેનની ત્રણ બાજુથી ઘેરબંધી કરી છે. નવી સેટેલાઈટ તસવીરોમાં દેખાઈ રહ્યુ છે કે, રશિયાએ કઈ હદ સુધી વિનાશક શસ્ત્રો યુક્રેનની સીમા પર તૈનાત કરી દીધા છે.

48 કલાકમાં યુક્રેન સરહદે લશ્કરી હિલચાલ વધી ગઈ છે.એવુ કહેવાઈ રહ્યુ છે કે કોઈ ચેતવણી આપ્યા વગર ગમે તે સમયે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે.

રશિયાએ મોટાભાગે યુક્રેનની ઉત્તર તેમજ ઉત્તર પૂર્વ સીમા પર પોતાની સેનાની શક્તિ વધારી છે.જેમાં એક મોટા એરબેઝનો પણ સમાવેશ થાય છે.ક્રિમિયાના આ એરબેઝ પર રશિયાએ 2014માં કબ્જો જમાવી લીધો હતો.એક અનુમાન એવુ છે કે, કુલ મળીને 1.30 લાખ રશિયન સૈનિકો યુક્રેનની સીમાને ઘેરીને ઉભા છે.

રશિયન એરફોર્સના લડાકુ વિમાનો સતત બોર્ડર વિસ્તારમાં ઉડાન ભરી રહ્યા છે.રશિયાએ પોતાની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ પણ અહીંયા તૈનાત કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયા આવનારા દિવસમાં બ્લેક સી અને અજોવ સીમાં નૌસેના અભ્યાસ શરુ કરી શકે છે.જેને પશ્ચિમના નિષ્ણાતો યુધ્ધની તૈયારીઓ તરીકે જોઈ રહ્યા છે.રશિયાએ બેલારુસમાં પણ પોતાની સેના મોકલી આપી છે.જ્યાં તે યુધ્ધાભ્યાસ કરી રહી છે.નિષ્ણાતોનુ કહેવુ છે કે, યુક્રેનની ઉત્તરી સીમા પરથી હુમલો કરવા માટે રશિયાએ આ સેના મોકલી છે અને યુધ્ધાભ્યાસ તો ખાલી બહાનુ છે.