×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન-રશિયા યુદ્ધની અસર : ક્રેડિટ સ્વીસે ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યુ


મુંબઇ, તા.8 

રશિયા-યુક્રેનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા ભડકાથી ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ‘દાઝ્યા પર ડામ’ જેવી થઇ રહી છે. ક્રૂડ ઓઇલની પ્રતિકુળ અસરોને ધ્યાનમાં રાખી વૈશ્વિક રેટિંગ એજન્સી ક્રેડિટ સ્વીસે ભારતીય અર્થતંત્રનું રેટિંગ 'ઓવરવેઈટ' થી ડાઉનગ્રેડ કરીને 'અંડરવેઈટ' કર્યુ છે. 

રશિયામાંથી સપ્લાય અટકવાની દહેશતે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઉછળીને 140 ડોલર પ્રતિ બેરલની 14 વર્ષની ઉંચી સપાટીને વટાવી ગઇ છે. ક્રૂડ ઓઇલમાં લાલચોળ તેજી અને રૂપિયાના મૂલ્યમાં ઘોવાણથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધીને રૂ.200 પ્રતિ લિટર થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ક્રેડિટ સ્વીસે જણાવ્યુ કે, ભારતના રેટિંગમાં કરાયેલુ ડાઉનગ્રેડ એ  'વ્યૂહાત્મક' (Tactical) છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળાને લીધે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો ભારતની રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધની સમસ્યાને ગંભીર બનાવશે તેમજ શેરબજારમાં મોટુ દબાણ ઉભુ કરશે. ઉપરાંત ક્રૂડ, મેટલ અને ખાદ્યચીજોના ભાવ આસમાને પહોંચતા સમગ્ર દુનિયામાં મોંઘવારી માઝા મૂકશે તેવી અટકળો અમેરિકાની મધ્યસ્થ બેન્કે ઝડપથી વ્યાજદરમાં વધારો કરવા માટે ફરજ પડી છે.