×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન યુધ્ધ: સૌરાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલની અછત થાય એવી સ્થિતિ


યુક્રેન ઉપર રશિયાના યુદ્ધની અસર ક્રૂડ ઓઇલના ૧૪ વર્ષ ઊંચા ભાવ જ નહિ પણ હવે ગુજરાતના કેટલાક ભાગોમાં પેટ્રોલ અને ડીઝલ મળે નહિ એ સ્વરૂપે પણ જોવા મળી શકે એમ છે.

જામનગર જિલ્લાના વાડીનાર ખાતે આવેલી નાયરા એનર્જી અત્યારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની મુખ્ય સપ્લાયર છે. એક સમયે એસ્સાર જૂથની માલિકીની આ કંપની અત્યારે રશિયન ઓઇલ દિગ્ગજ રોઝનેફ્ટની માલિકીની છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ કંપનીએ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રો અને હિન્દુસ્તાન પેટ્રોને અચાનક જ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ કર્યો છે. જામનગર જિલ્લામાં રિલાયન્સ અને નાયરા મળી દેશમાં એક જ જિલ્લામાં સૌથી વધુ  ક્રૂડ રિફાઇનિંગ ક્ષમતા ધરાવતા હોવા છતાં સૌરાષ્ટ્રમાં બન્ને ઇંધણની અછત થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

જો આવતીકાલે NAYARA વાડીનાર થી સપ્લાય નહિ મળે તો સૌરાષ્ટ્ર ના સાત જિલ્લા મા પેટ્રોલપમ્પ ડ્રાય થવાનું ચાલુ થઇ શકે એમ ધીમંત ઘેલાણી, જનરલ સેક્રેટરી, ફેડરેસન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને આજે જણાવ્યું હતું.

આ અંગે એસોિયેશન વતી રાજ્યના પુરવઠા વિભાગને પત્ર લખી સત્વરે પગલાં લેવાની જાણ પણ કરવામાં આવી છે.