×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ! બખમુત શહેર પર ફોસ્ફરસ બોમ્બ ઝિંક્યો

image : Twitter


મહાયુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેન રશિયા પર તેના બખમુત શહેર પર ફોસ્ફરસ બોમ્બ વડે હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો. યુક્રેની સૈન્ય દ્વારા શેર કરવામાં આવેલા એક ડ્રોન ફૂટેજમાં જોઈ શકાય છે કે શહેરની ઉપર ફોસ્ફરસનો વરસાદ થઈ રહ્યો છે. તેમાં આખા શહેરને આગની લપેટમાં આવતું જોઈ શકાય છે. 

સફેદ ફોસ્ફરસ હથિયારો પર પ્રતિબંધ મૂકાયો નથી

ઉલ્લેખનીય છે કે સફેદ ફોસ્ફરસ હથિયારો પર પ્રતિબંધ મૂકાયો નથી પણ નાગરિક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ યુદ્ધ અપરાધ મનાય છે કેમ કે તે ઝડપથી ફેલાય છે અને તેને ઓલવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. રશિયા પર અગાઉ પણ આ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. ટ્વિટર પર માહિતી આપતા યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ હુમલામાં બખમુપને નિશાન બનાવી અગનગોળા સાથે ફોસ્ફરસ આગની જેમ વરસાવાયો હતો. આ ઘટના ક્યારે બની તેની કોઈ સ્પષ્ટ માહિતી તો નથી અપાઈ પણ વીડિયો ફૂટેજથી જણાય છે કે રશિયાના હુમલાથી બખમુત શહેરની ઊંચી ઈમારતો આગમાં બળી રહી છે. 

એક વર્ષથી વધુ સમય થઈ ગયો યુદ્ધને 

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. લાખો લાશો અને અબજોની સંપત્તિ બરબાદ થવા છતાં આ યુદ્ધના હજુ સુધી કોઈ મહત્ત્વપૂર્ણ પરિણામ આવ્યા નથી. આ દરમિયાન શંકાસ્પદ રાજકીય મહત્ત્વ છતાં રશિયા મહિનાઓથી યુક્રેનના બખમુત શહેર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.