×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન ટેન્શન: નિફ્ટી 514 પોઇન્ટ, સેન્સેકસ 1829 પોઇન્ટ ઘટીને ખુલ્યા


મુંબઇ, તા. 24 ફેબ્રુઆરી 2022, ગુરૂવાર

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રજોગ સંદેશમાં યુક્રેન સામે લશ્કરી કાર્યવાહીની મંજૂરી આપતા વિશ્વભરના બજારો પર તેની અસર જોવા મળી રહી છે. ભારતમાં નિફ્ટી 514 પોઇન્ટ, સેન્સેકસ  1829 પોઇન્ટ ઘટીને ખુલ્યા છે.

ગુરુવારે શેરબજરમાં મોટો કડાકો જોવા મળે એવી શક્યતા છે. અમેરિકન બજારો ત્રણ ટકા જેટલા ઘટી બંધ આવ્યા છે. નિફ્ટી સિંગાપોર ફ્યુચરમાં 333 પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ 98 ડોલરની સપાટીએ છે. 

ક્રૂડ 100 ડોલર, ડાઉ જોન્સ ફ્યુચર 500 પોઇન્ટ તૂટ્યો છે.  હેંગ સેંગ્ 600 પોઇન્ટ તૂટ્યો છે અને  નિફ્ટી 16700ની નીચે ખૂલે એવી શક્યતા છે. 400 પોઈન્ટનો કડાકો સેન્સેકસમાં 1500 પોઇન્ટ ઘટાડો જોવા મળે એવી શક્યતા છે.  વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો 32 ડોલર ઉછળી 1933 ડોલર પ્રતિ ઔંસ પહોચ્યો છે. 

આજે બજાર 16800ની નીચે ખૂલે એવી શક્યતા છે.

આ  બ્રેકિંગ ન્યુઝ છે વધુ વિગત માટે પેજ રિફ્રેશ કરતા રહો