×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેને રશિયાને આટલા દિવસ કેવી રીતે ટક્કર આપી, આ રહ્યા કારણો


નવી દિલ્હી,તા.8.માર્ચ.2022

યુક્રેન પર આક્રમણને બે સપ્તાહનો સમય થઈ ગયો છે પણ રશિયન આર્મીને હજી યુક્રેનની રાજધાની કીવ પર કબ્જો કરવામાં સફળતા મળી નથી.

પશ્ચિમના દેશો યુક્રેનની પ્રશંસા કરી રહ્યા છે.જોકે શક્તિશાળી હોવા છતા રશિયન આર્મીને આગળ વધવામાં જોઈએ તેવી સફળતા નથી મળી તેની પાછળ કેટલાક કારણોની ચર્ચા થઈ રહી છે.

તૈયારીઃ રશિયાએ 2014માં ક્રિમિયા પર કબ્જો કર્યો તે પછી યુક્રેનને પશ્ચિમના દેશોની મદદથી પોતાની સૈન્યને મજબૂત બનાવવાનુ શરુ કર્યુ હતુ.નાટો તેમજ યુક્રેને ભેગા મળીને યુક્રેન આર્મી માટે એક તાલીમ શિબિર પણ યોજી હતી.

સ્થાનિક જાણકારીઃ રશિયાએ યુક્રેનની સેનાને કમજોર આંકી હતી.જોકે યુક્રેનની સેના પાસે પોતાના દેશની જાણકારી વધારે છે અને હવે તેને સ્થાનિક લોકોની મદદ મળી રહી છે.જેઓ લડવા માટે સક્ષમ છે.

એકતાઃ યુક્રેનના લોકો રશિયાના આક્રમણનો સામનો કરવા માટે એક છે.તેમની વચ્ચે કોઈ મતભેદ નથી.રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પણ દેશ છોડવાની જગ્યાએ કીવમાં જ છે.સામાન્ય નાગરિકો એક થઈને રશિયન આર્મી સામે લડી રહ્યા છે.તેમણે પોતાના પરિવારોને યુક્રેન બહાર મોકલી દીધા છે.

રશિયાની ભૂલોઃ રશિયાએ હુમલો કર્યાના શરુઆતના તબક્કામાં ઘણી ભુલો કરી હતી.રશિયાએ બહુ ઓછા સૈનિકો મોકલ્યા હતા.આર્મી અને એરફોર્સ વચ્ચે તાલમેલ જોવા મળ્યો નહતો.આ ભૂલનો અહેસાસ તેમને થઈ ગયો હતો.

મનોવૈજ્ઞાનિક ભયઃ રશિયાના સૈનિકો અન્ય દેશની ધરતી પર લડી રહ્યા છે.આ પૈકીના ઘણાને તો યુધ્ધ લડવાનુ છે તેવી ખબર પણ શરુઆતમાં નહોતી.મોટી સંખ્યામાં જંગમાં રશિયાના સૈનિકોના મોત થયા છે.જેની મનોવૈજ્ઞાનિક અસર બાકીના રશિયન સૈનિકો પર પડવી સ્વાભાવિક છે.