યુક્રેનમાં યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર રશિયાનો કબજો
કીવ, તા.૪
યુક્રેન પર ગણતરીના દિવસમાં કબજો કરવાની રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની યોજના નિષ્ફળ ગયા પછી રશિયાએ યુક્રેન પર આક્રમણ વધુ તીવ્ર અને હિંસક કર્યું છે. યુક્રેન પર આક્રમણના ૯મા દિવસે રશિયન સૈન્યે ઝેપોરિઝ્ઝિઆ ખાતે યુરોપના સૌથી મોટા પરમાણુ મથક પર કબજો જમાવ્યો છે. જોકે, આ પહેલાં રશિયાના હુમલામાં પરમાણુ મથકમાં આગ લાગી હતી અને યુક્રેનના ત્રણ સૈનિકોના મોત નીપજ્યાં હતા. પરમાણુ મથક પર રશિયન હુમલાના પગલે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે આ એકમમાં વિસ્ફોટ થશે તો ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના કરતાં ૧૦ ગણો મોટો વિનાશ થઈ શકે છે.
ઝેપોરિઝ્ઝિઆ પ્લાન્ટ દુનિયાનું ૯મું સૌથી મોટું મથક
રશિયન સૈન્યે યુક્રેનને દરિયાઈ માર્ગથી અલગ કર્યા પછી યુક્રેનમાં આગેકૂચ ચાલુ રાખી છે. યુદ્ધના બીજા સપ્તાહમાં રશિયન સૈન્યે પરમાણુ એકમ પર હુમલો કર્યો હતો અને તેના પર કબજો જમાવી લીધો હતો. જોકે, આ હુમલામાં પરમાણુ એકમમાંથી આગને પગલે ધૂમાડા ઊડતા જોઈ શકાતા હતા. જોકે, આ હુમલા પછી આંતરરાષ્ટ્રીય એટમિક સંસ્થા ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ)એ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ઝેપોરિઝ્ઝિઆ પરમાણુ પ્લાન્ટમાં ૬ રિએક્ટર છે. આ પ્લાન્ટ આખા યુરોપમાં સૌથી મોટો અને પૃથ્વી પર ૯મો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે. રશિયન સૈન્યે તેના પર મોર્ટાર અને આરપીજીથી હુમલા કર્યા હતા, જેને પગલે રિએક્ટર સેન્ટરના કેટલાક ભાગમાં આગ લાગી હતી. આ હુમલાથી રિએક્ટરને કોઈ જોખમ નથી. તેની બાજુના તાલિમ સેન્ટરમાં આગ લાગી હતી. રિએક્ટર એકદમ સલામત છે તેમ આઈએઈએએ ઉમેર્યું હતું.
૫૦ હજારથી વધુ યુવાનોનું પલાયન યુક્રેનની સરકાર માટે ચિંતાજનક
રશિયન સૈન્ય વધુ આક્રમક બની રહ્યું છે ત્યારે યુક્રેનમાં એક જ સપ્તાહમાં ૧૨ લાખથી વધુ લોકો પલાયન કરી ચૂક્યા છે, જેમાં ૫૦ હજારથી વધુ યુવાનોનો સમાવેશ થાય છે. આ લોકો યુક્રેન છોડીને પશ્ચિમી સરહદે યુરોપના દેશોમાં આશરો લઈ રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે એવા સમયે યુવાનોનું પલાયન ઝેલેન્સ્કી સરકાર માટે ચિંતાજનક બાબત છે. સરકારે યુવાનોને રશિયન સૈન્ય સામે હથિયાર ઉઠાવવા હાકલ કરી છે અને તેમને હથિયારો પણ પૂરા પાડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીના જણાવ્યા મુજબ યુક્રેનમાં ૪૦ લાખથી વધુ નાગરિકોને સુરક્ષા અને તાત્કાલિક મદદની જરૂર છે.
યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી પોલેન્ડ ભાગી ગયા : રશિયન મીડિયા
દરમિયાન રશિયન મીડિયાએ ફરી એક વખત દાવો કર્યો છે કે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી યુદ્ધગ્રસ્ત દેશ છોડીને પોલેન્ડ ભાગી ગયા છે. તાજેતરમાં જ એવા સમાચાર હતા કે ઝેલેન્સ્કી યુદ્ધ વચ્ચે દેશ છોડીને ક્યાંક જતા રહ્યા છે. અગાઉ પણ રશિયન મીડિયાએ ઝેલેન્સ્કી દેશ છોડી ભાગી ગયા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ઝેલેન્સ્કીએ કીવના રસ્તાઓ પરથી એક વીડિયો પોસ્ટ કરીને આ દાવાને ખોટા ઠેરવ્યા હતા.
રશિયન એજન્સીની મદદથી જ હુમલા નિષ્ફળ થયા
બીજીબાજુ બ્રિટિશ મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના પ્રમુખની હત્યા માટે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત પ્રયાસ થઈ ચૂક્યા છે. જોકે, મહત્વપૂર્ણ વાત એ છે કે હત્યાના આ પ્રયાસ રશિયન એજન્સીઓની મદદથી જ નિષ્ફળ થયા છે, કારણ કે રશિયન એજન્સીઓ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ઈચ્છતા નથી. અમેરિકન પ્રમુખ બાઈડેને ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. બંને વચ્ચે સૈન્ય, આર્થિક અને માનવીય મદદ અંગે ચર્ચા થઈ હતી.
યુએનએચઆરસીમાં ૩૨ દેશોનું રશિયા વિરુદ્ધ મતદાન
દરમિયાન અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં રશિયા વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર થયો હતો. શુક્રવારે યોજાયેલી બેઠકમાં યુક્રેન પર રશિયન આક્રમણ અંગે મતદાન થયું હતું. આ દરખાસ્ત માટે ૪૭ બેઠકોવાળી પરિષદમાં અમેરિકા, યુરોપીયન દેશો, જાપાન સહિત ૩૨ દેશોએ રશિયાના હુમલાને બેજવાબદાર ઠેરવતા તેને માનવાધિકારોનો ભંગ ગણાવ્યા હતા અને ઉચ્ચ સ્તરીય તપાસ સ્થાપિત કરવા મતદાન કરાયું હતું, જેમાં બે દેશોએ રશિયાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે ભારત સહિત ૧૩ દેશો ગેરહાજર રહ્યા હતા. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં સતત ચોથી વખત રશિયા વિરુદ્ધ મતદાન કરવાનું ટાળ્યું હતું.
યુક્રેનમાં નાગરિકોને ચાર રસ્તા પર ક્રૂર સજા આપવા રશિયાની તૈયારી
યુરોપીયન ગુપ્તચર વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે ત્રણ દિવસમાં યુક્રેન કબજે કરવાની પુતિનની યોજના નિષ્ફળ ગઈ હોવાથી અને યુક્રેનના નાગરિકોએ રશિયન સૈન્યનો જોરદાર પ્રતિકાર કરવાને કારણે રશિયા હવે નાગરિકોનું મનોબળ તોડવા માટે યુક્રેનના શહેરોમાં લોકોને જાહેરમાં ફાંસી આપવાની યોજના બનાવી રહ્યું છે. વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહી, રાજકીય વિરોધીઓની કેદ અને જાહેરમાં ફાંસીને આક્રમક રણનીતિ માનવામાં આવે છે. બ્લૂમબર્ગે રશિયન ગુપ્તચર એજન્સી ફેડરલ સિક્યોરિટી સર્વિસના રિપોર્ટના દસ્તાવેજોને ટાંકીને કહ્યું હતું કે, રશિયન એજન્સી હિંસક ભીડ નિયંત્રણ માટે આયોજકોની ધરપકડ કરવાની પણ યોજના બનાવી રહી છે.