×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુકેમાં આજે ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ ચેક કરાશે, કરોડો મોબાઈલમાં એક સાથે જોરથી એલાર્મ વાગશે

Image : Pixabay

યુકેમાં આજે બપોરે કરોડો મોબાઈલમાં ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ ચેક કરવામાં આવશે. આ દરમિયાન બધા લોકોના મોબાઈલમાં એક સાથે જોરથી એલાર્મ વાગશે અને વાઇબ્રેટ થશે. આવી જ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ જાપાન, કેનેડા, નેધરલેન્ડ અને અમેરિકામાં પણ છે. આ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો હેતુ એ છે લોકોને કટોકટીના સમયમાં આ એલાર્મ દ્વારા એલર્ટ કરવામાં આવી શકે જેનાથી લોકો પોતાની સુરક્ષા કરી શકે.

ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

ઈમરજન્સી એલર્ટ સિસ્ટમના ટેસ્ટ માટે લોકોને મોકલવામાં આવેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તે ઈમરજન્સી એલર્ટ ટેસ્ટ છે. યુકે સરકારની આ નવી સેવા દ્વારા જાનમાલના નુકસાન થાય તેવી આપત્તિ અથવા કટોકટીની પરિસ્થિતિ વિશે લોકોને માહિતી આપવામાં આવશે  આ એલર્ટ સિસ્ટમ પૂર, આગ વગેરે જેવી ઘટના દરમિયાન ખૂબ મદદરૂપ થશે. યુકે સરકારના આ ટેસ્ટ દરમિયાન ફોન સાયલન્ટ રહે તો પણ એલાર્મ વાગશે. આ દરમિયાન બ્રિટનમાં ચાલી રહેલા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં પણ થોડા સમય માટે ખલેલ પડશે. આ એલર્ટની ચેતવણી દરમિયાન વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ પણ અમુક સમય માટે બંધ રાખવામાં આવશે. બીજી તરફ જેઓ તેમના મોબાઈલ પર ઈમરજન્સી એલાર્મ વાગે તેવું ઈચ્છતા નથી તેમને મોબાઈલ સ્વિચ ઓફ કરવાની સલાહ આપવામાં આવી છે.

એલર્ટ સિસ્ટમનો વિરોધ પણ શરૂ થઈ ગયો

આ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક નેતાઓએ સરકારના પગલા પર સવાલ ઉઠાવ્યા છે અને લોકોને સરકારના નિર્દેશનું ઉલ્લંઘન કરીને તેમના ફોન સ્વિચ ઓફ કરવાની અપીલ કરી છે. કેટલાક લોકો ઈમરજન્સી એલર્ટ સિસ્ટમને નેની સ્ટેટ કહી રહ્યા છે, જેમા સરકાર સામાન્ય લોકોની જરુર કરતા વધુ ચિંતા કરતી હોય છે.