×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'યાસ' વાવાઝોડાથી એક કરોડ લોકોને અસર, ચારનાં મોત


યાસે બંગાળ અને ઓડિશાને ઘમરોળ્યું, 21 લાખનું સ્થળાંતર, અનેક જગ્યાએ વીજળી ખોરવાઇ

અનેક ઇમારતોને નુકસાન, રહેણાંક સ્થળોમાં પાણી ભરાયા : ઓડિશા અને બંગાળમાં ભારે તારાજી સર્જી વાવાઝોડુ નબળુ પડી ઝારખંડ તરફ વળ્યું

ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદ, હાઇએલર્ટ અપાયું  ઓડિશામાં નાવ ડૂબતા 10 લોકોને રેસ્ક્યૂ કરાયા  

સૈન્ય, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસના હજારો જવાનોએ રાહતકાર્ય કર્યું, વધુ જાનહાની ટળી

કોલકાતા : પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા યાસ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. આ વાવાઝોડામાં 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સાથે જ ભારે વરસાદને પગલે કેટલાક ગામો ડુબી ગયા હતા.

ખાસ કરીને જે સમુદ્રી વિસ્તારો છે ત્યાં સૌથી વધુ માઠી અસર જોવા મળી હતી. ઝારખંડમાં પણ વાવાઝોડાને પગલે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ મળી આશરે ચાર જેટલા લોકોએ આ વાવાઝોડામાં જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો લાપતા હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે. 

વાવાઝોડામાં ભારે પવન અને વરસાદને પગલે ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. ઓડિશાના ધર્મા પોર્ટ પર સૌથી પહેલા સવારે નવ વાગ્યે વાવાઝોડુ ત્રાટક્યું હતું. આશરે 21 લાખ લોકોનું સમુદ્રી કાંઠાના વિસ્તારોમાંથી સુરક્ષીત સૃથળે સૃથળાંતર કરવામાં આવ્યું હતું.

જોકે બપોર બાદ વાવાઝોડુ નબળુ પડી ગયું હતું. સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે જ્યાં આશરે ત્રણ લાખ જેટલા મકાનોેને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક મકાનો જમિનદોસ્ત થયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે યાસ વાવાઝોડાને કારણે એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. જેમાં લાખો લોકોના મકાનો નાશ પામ્યા છે.

હાલ જે પણ વિસ્તારોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ત્યાં રાહતકાર્ય માટે 10 કરોડ રૂપિયાની રાહત સામગ્રી મોકલવામા આવી છે. સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. બંગાળમાં 17 કોલમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્યની પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

કોલકાતામાં ઘુંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. ઓડિશાના બાલાસોર જિલ્લાના સમુદ્રી કાંઠાના અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે. અહીંની નદીઓમાં પણ ભારે પૂરનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કેટલાક જિલ્લામાં વીજળી ગુલ થઇ ગઇ છે. વાવાઝોડાની ગતી ધીમી પડતા જ ઝારખંડ તરફ ફંટાયું હતું જોકે ઝારખંડમાં તેની સામાન્ય અસર રહી હતી. પણ ભારે વરસાદ પડયો હતો.

જ્યારે બંગાળ અને ઓડિશામાં સૌથી વધુ અસર જોવા મળી છે. બંગાળમાં 15 લાખથી વધુ લોકોને સુરક્ષીત સૃથળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઓડિશામાં પણ 6 લાખ જેટલા લોકોનું સૃથળાંતર કરાયું હતું. ઓડિશાના સમુદ્રી કાંઠે એક બોટ પલટી ગઇ હતી, જેને પગલે બોટમાં સવાર 10 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા.