×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યમનની રાજધાની સનામાં એક કાર્યક્રમમાં નાસભાગ મચી, 80 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ

image : Twitter


બુધવારે મોડી રાત્રે યમનની રાજધાનીમાં એક નાણાકીય સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર નાસભાગમાં 80થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. હૌથી સંચાલિત આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર સનાના મધ્યમાં ઓલ્ડ સિટીમાં જ્યારે સેંકડો ગરીબ લોકો વેપારીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એકઠા થયા હતા ત્યારે નાસભાગ મચી ગઈ .

ઘાયલોમાંથી 13ની હાલત ગંભીર 

ડઝનેક ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. સનામાં એક વરિષ્ઠ આરોગ્ય અધિકારી, મોતાહેર અલ-મારોનીએ મૃતકોની સંખ્યા આપી અને કહ્યું કે હૌથી બળવાખોરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓછામાં ઓછા 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટનાસ્થળે પત્રકારો સહિતના લોકોના આવવા પર પ્રતિબંધ

જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે જગ્યાને બળવાખોરોએ તરત જ શાળાને સીલ કરી દીધી હતી અને પત્રકારો સહિત લોકોને પ્રવેશતા અટકાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અબ્દેલ-રહેમાન અહેમદ અને યાહિયા મોહસેને જણાવ્યું હતું કે ભીડને કાબૂમાં લેવાના પ્રયાસમાં, સશસ્ત્ર હૌથીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો જેમાંથી એક ઇલેક્ટ્રિક વાયરને અથડાતા વિસ્ફોટ થયો હતો. તેનાથી ગભરાટ ફેલાયો અને લોકોએ નાસભાગ કરવાનું શરૂ કર્યું હતું. ગૃહ મંત્રાલયે કહ્યું કે તેણે બે આયોજકોની અટકાયત કરી છે અને તપાસ ચાલી રહી છે.