×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોરિસને 16.25 કરોડનો જેકપોટ : IPLનો સૌથી મોંઘો ખેલાડી


2016માં દિલ્હીએ યુવરાજને આપેલા 16 કરોડનો રેકોર્ડ તૂટયો 

કર્ણાટકનો કે. ગૌતમ 9.25 કરોડ સાથે આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ભારતીય ક્રિકેટર

કુલ રકમમાંથી 68.75 કરોડની રકમ ટોચના પાંચ ખેલાડીઓ પાછળ જ વપરાઈ 

ચાર ખેલાડીઓ 14 કરોડથી વધુમાં વેચાયા  2021ની આઇપીએલ એપ્રિલથી ભારતમાં રમાશે

મુંબઈ, તા. 18 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મિની હરાજીમાં ફ્લોપ ગયેલા વિદેશી ખેલાડીઓ આશ્ચર્યજનક રીતે ઊંચા ભાવમાં વેચાયા છે. ક્રિસ મોરિસને આઇપીએલના ઇતિહાસનો સૌથી ઊંચો 16.25 કરોડનો ભાવ ચૂકવાયો.

ગયા વખતની આઇપીએલની સીઝનમાં પણ છગ્ગો ન ફટકારી શકેલા ગ્લેન મેક્સવેલને બે કરોડના બેઝ પ્રાઇસની સામે 14.25 કરોડમાં ખરીદવામાં આવ્યો તે બતાવે છે કે વિદેશી ખેલાડીનું એક વખત નામ થઈ જાય પછી પર્ફોર્મન્સ જોવાતું નથી. 

આ બંને ખેલાડીઓ છેલ્લી બે સીઝનથી રમત પર કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા ન હોવાથી તેમની  ટીમ રોયલ ચેલેન્જ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરાયા હતા. 

ક્રિસ મોરિસનો બેઝ પ્રાઇસ 75 લાખનો હતો અને તેને છેક 16.25 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સે તેને આટલી જંગી રકમ આપી ખરીદ્યો છે. મોરિસે આટલા જંગી કરાર સાથે યુવરાજસિંહને દિલ્હીએ 2015માં 16 કરોડમાં ખરીદ્યો હતો તે આંકડો વટાવી દીધો છે. 

ગ્લેન મેક્સવેલને લેવા માટે રોયલ ચેલેન્જ બેંગ્લોર અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે બિડિંગ વોર ચાલી હતી. પણ ચેન્નાઈ સુપરકિંગ્સ તેના માટે 14 કરોડથી વધારે રકમ ખર્ચવા તૈયાર ન હતુ, જ્યારે રોયલ ચેલેન્જ બેંગ્લોર એક ડગલું આગળ વધીને તેને 14.25 કરોડમાં ખરીદ્યો હતો,

જ્યારે તેનો બેઝ પ્રાઇસ બે કરોડ હતો. મેક્સવેલને અગાઉની હરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબે 10.75 કરોડમાં ખરીદ્યો હતો. છેલ્લી લીગમાં મેક્સવેલે પંજાબ વતી 13 મેચમાં ફક્ત 108 રન કર્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. આમ છતાં પણ તેને બેઝ પ્રાઇસથી જંગી ઊંચો ભાવ મળ્યો હતો. 

મોરિસ માટે અગાઉ રોયલ ચેલેન્જ બેંગ્લોરો 10 કરોડ ખર્ચ્યા હતા તેઓએ આ વર્ષે યોજાનારી આઇપીએલ પૂર્વે રિલીઝ કરી દીધો હતો. જો કે તે મોરિસને બાયબેક કરવાનો ઇરાદો ધરાવતું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ તેની ટીમ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ તેને ખરીદવા માંગતુ હતુ, જ્યારે પંજાબ કિગ્સને પણ નીચલા ક્રમમાં તેના જેવા પાવર હિટરની જરૂરિયાત વર્તાતી હતી. પણ રાજસ્થાન રોયલ્સે તેને ઝડપી લીધો હતો. આ જ રીતે કાયલી જેમિસન અને રિચર્ડસનને પણ તેમની ઓલરાઉન્ડ ક્ષમતાના આધારે જ પસંદ કરવામાં આવ્યા છે.

આ વખતે ફ્રેન્ચાઇઝીઓએ ઓલરાઉન્ડ ક્ષમતા ધરાવતા ખેલાડીઓ પર વધારે ધ્યાન આપ્યું છે. પછી ભલેને તે ફ્લોપ કેમ ન ગયા હોય. આમ આઇપીએલમાં આઠ ફ્રેન્ચાઇઝીઓએ લગભગ 150 કરોડની રકમ ખર્ચી તેમાથી 68.75 કરોડની રકમ તો ટોચના પાંચ ખેલાડીઓ પાછળ જ ખર્ચી નાખી હતી. આમ આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝઓનું 45 ટકા બજેટ ટોચના પાંચ ખેલાડીઓમાં જ વપરાઈ ગયું હતું. 

આઇપીએલમાં ટોપ-5 ખેલાડીઓ

ખેલાડી

ફ્રેન્ચાઇઝી

રકમ

ક્રિસ મોરિસ

રાજસ્થાન રોયલ્સ

૧૬.૨૫ કરોડ

કાયલી જેમિસન

રોયલ ચેલેન્જ બેંગ્લોર

૧૫ કરોડ કરોડ

ગ્લેન મેક્સવેલ

રોયલ ચેલેન્જ બેંગ્લોર

૧૪.૨૫ કરોડ

રિચાર્ડસન

પંજાબ કિંગ્સ ઇલેવન

૧૪ કરોડ

કે ગૌધમ

ચેન્નઈ સુપરકિંગ્સ

૯.૨૫ કરોડ