×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોરબી કેબલ બ્રિજ હોનારતમાં 91થી વધુના મોત


અમદાવાદ, તા. 30

મચ્છુ નદીની ઉપરના દોઢ દશક જુના કેબિલ બ્રિજ તૂટી જવાની ગોજારી ઘટનામાં અંદાજે 500 લોકો નદીમાં ખાબકતા ફરી એક વખત મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું છે. શરૂઆતી માહિતી પ્રમાણે આ હોનારતમાં 91 લોકોના મોતની સરકારે પુષ્ટિ કરી હતી પરંતુ સમય જતા આ આંકડો વધુ ભયાવહ બની રહ્યો છે.

સ્થાનિકોના 100ના મોતના આંકડાના અનુમાનની સામે સરકાર દ્વારા 9.30 કલાક સુધીમાં અંદાજે 91 લોકો બ્રિજ તૂટતા મોતને ભેટ્યા હોવાની આધિકારીક જાણકારી આપવામાં આવી છે. આ સિવાય 100થી વધુ લોકો સારવાર હેઠળ છે. રવિવારે સાંજે અંદાજે ૬.૪૫ કલાકે મોરબીના ઝૂલતા પુલ તૂટી પડતાં લગભગ 91 વ્યક્તિ મૃત્યુ પામી છે અને આ આંક વધવાની શક્યતા રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરાજે આપી છે.

તંત્ર દ્વારા ડબલ મોરચે હાલ કામકાજ ચાલી રહ્યું છે. એક તરફ ઈજાગ્રસ્તોને જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમને તમામ જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને નદીમાં હજી પણ ફસાયેલા લોકો અને મોતને ભેટેલા લોકોના શબ બહાર કાઢવા શોધખોળ ચાલી રહી છે.