×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકાર સામે આજે INDIAનો અવિશ્વાસ પ્રસ્તાવ, આટલા સાંસદોના ટેકાથી સરકાર ડગમગી શકે!

image : IANS


મણિપુરને લઈને સંસદમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે નવા રચાયેલા વિપક્ષી ગઠબંધન INDIAના સભ્યો મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ માને છે કે અવિશ્વાસ પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા કરવા દબાણ કરશે જે દરમિયાન વડાપ્રધાનને જવાબદાર ગણવામાં આવશે.

વિપક્ષ આ મુદ્દે સહમત 

આ મુદ્દે વિરોધ પક્ષો વચ્ચે સહમતિ સધાઈ છે અને ઓછામાં ઓછા 50 સભ્યોના હસ્તાક્ષર એકત્ર કરવા માટે હસ્તાક્ષર ઝુંબેશ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ માહિતી આપી હતી કે વિરોધ પક્ષો આજે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

'લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે'

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યા છીએ. કારણ કે સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો છે. અમે ઈચ્છતા હતા કે વડાપ્રધાન મોદી મણિપુર પર બોલે, પરંતુ પીએમ સાંભળતા નથી. તેઓ ગૃહની બહાર કંઈક બોલે છે અને અહીં તેનો ઈન્કાર કરે છે. અમે તેમનું ધ્યાન ખેંચવાનો વારંવાર પ્રયાસ કર્યો. પરંતુ બધા નિષ્ફળ ગયા, તેથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું અમને યોગ્ય લાગે છે.

'હંમેશા જીતવા માટે લાવવામાં આવતું નથી...'

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ હંમેશા જીત માટે લાવવામાં આવતો નથી. દેશને ખબર હોવી જોઈએ કે કેવી રીતે સરમુખત્યારશાહી સરકાર ચલાવવામાં આવી રહી છે અને વિપક્ષનો અનાદર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જીત-હારની વાત નથી. આ સ્થિતિમાં પણ અવિશ્વાસની દરખાસ્ત કેમ લાવવી પડી, તે સવાલ છે.

50 સાંસદોની જરૂર છે

નિયમ 198 હેઠળ લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકાય છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે લગભગ 50 વિપક્ષી સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. જો સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે અને ગૃહમાં 51% સાંસદો અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મત આપે, તો તે પસાર થાય છે અને સરકારે તેની બહુમતી ગુમાવી હોવાનું માનવામાં આવે છે અને રાજીનામું આપવું પડશે. સરકારે કાં તો વિશ્વાસનો મત લાવીને ગૃહમાં તેની બહુમતી સાબિત કરવી પડશે અથવા વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવીને સરકારને બહુમતી સાબિત કરવા માટે કહી શકે છે.