×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ, મમતાને મળ્યા બાદ સુબ્રમણ્યમ સ્વામીના તેવર વધુ આક્રમક બન્યા


નવી દિલ્હી,તા.25.નવેમ્બર,2021

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને ટીએમસીના પ્રમુખ તેમજ બંગાળના સીએમ મમતા બેનરજી વચ્ચે ગઈકાલે મુલાકાત થઈ હતી.

એ પછી સ્વામીએ મોદી સરકાર પરના હુમલા તેજ કરી દીધા છે.પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવીને સ્વામીએ કહ્યુ છે કે, મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, મોદી સરકાર ઈકોનોમી, સીમા સુરક્ષા, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર નિષ્ફળ છે.અફગાનિસ્તાન સંકટ સાથે પણ આ સરકાર કામ પાર પાડી શકી નથી.પેગાસસ જાસૂસી પ્રકરણ માટે પણ કેન્દ્ર જ દોષી છે.આ નિષ્ફળતાઓની જવાબદારી કોની છે

આ પહેલા સ્વામીએ મમતા બેનરજી સાથે મુલાકાત બાદ પણ મમતાના વખાણ કરીને તેમની સરખામણી રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, જયપ્રકાશ નારાયણ, પીવી નરસિમ્હા રાવ જેવા દિગ્ગજો સાથે કરી હતી.

સ્વામીએ આ પહેલા પણ કહ્યુ  હતુ કે, મોદી સરકાર બેવકૂફોથી ભરેલી છે અને ચીનના ઈરાદાનો આમને સામને મુલાકાત બાદ પણ અંદાજો લગાવી શકી નથી.