×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકાર આવ્યાં બાદ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી એટલી વધી કે ભાવ આસામાને પહોંચ્યાં

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2021 શનિવાર

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બન્યો છે, સ્થિતી એ સર્જાઇ છે કે ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા સુધી મળી રહ્યું છે, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આ સતત 12માં દિવસે વૃધ્ધી થઇ છે, ત્યાર બાદ દિલ્હીમાં પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયું છે, અને ડીઝલ 80.97 રૂપિયા પ્રતિ લિટર થયું છે, ત્યાં જ મુંબઇમાં પેટ્રોલ 97 રૂપિયા પ્રતિ લિટર થયું છે તો ડીઝલનો ભાવ 88.06 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહ્યો છે.

આવી સ્થિતીમાં સવાલ એ થાય છે કે આખરે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર મોદી સરકાર રોક કેમ નથી લગાવી રહી, મોદી સરકાર પર આરોપ છે કે તેણે વર્ષ 2014 એટલ કે જ્યારથી તે સત્તા પર આવી છે, ત્યારથી સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં સતત વધારો કર્યો છે, પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો તેના કારણે જ થયો છે.

મોદી સરકારે છેલ્લા 6 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાવીને 20 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે, મે 2014માં આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રુડ ઓઇલની કિંમત 108 ડોલર પ્રતિ બેરલ હતી, તે સમયે દિલ્હીમાં પેટ્રોલ 71.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 57.28 લીટરની કિંમતે વેચાતુ હતું, આજના સમયે ક્રુડની કિંમત 63 ડોલર પ્રતિ બેરલ છે, તેમ છતા પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધુ છે.

વર્તમાનમાં કેન્દ્ર સરકાર દ્નારા પેટ્રોલ અને ડીઝલ પર એટલી બધી એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે કે તેના કારણે તેનો ભાવ વધારો આસમાને પહોંચ્યો છે, હાલમાં મોદી સરકાર પેટ્રોલ પર પ્રતિ લીટર 32.9 રૂપિયા જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લગાવી છે.

વર્ષ 2014માં મોદી સરકાર સત્તા પર આવી ત્યારે પ્રતિ લીટર, 9.48 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી, જે હાલ 32 રૂપિયાથી પણ વધુ છે, ત્યાંજ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 3.56 રૂપિયા પ્રતિ લિટર હતી જે હાલ 31 રૂપિયાથી વધુ છે, એટલે મોદી સરકારનાં કાર્યકાળમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ત્રણ ઘણાથી વધુ, જ્યારે ડીઝલ પર 10 ઘણાથી વધુ એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે.