×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકારે કોરોનાને લઈને નાગિરકોને આપી આ સલાહ, તમારે જાણવી જરૂરી

Image: MansukhMandaviya Twitter 












ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત પણ સાવધાન થઇ ગયું છે. કેન્દ્ર સરકાર વધતા કોરોનાના કેસ પર નજર રાખી રહી છે. તેના અનુસંધાને આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ  ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે મહામારીની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. કોવિડ પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની બેઠક પછી, નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે, જો તમે ભીડભાડવાળી જગ્યા, ઘરની અંદર કે બહાર હોય તો પણ માસ્કનો ઉપયોગ કરવો. કોમોર્બિડિટીઝ ધરાવતા અથવા વધુ વય ધરાવતા લોકો માટે આ બધી બાબત ખુબ મહત્વની છે.

આ અંગે કેટલીક મહત્વની માહિતી

  • કોવિડ-19 પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની બેઠકમાં કોરોના પર દર અઠવાડિયે આરોગ્ય મંત્રાલયની સમીક્ષા બેઠક યોજવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો છે.
  • બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે, અત્યારે ગભરાવાની જરૂર નથી. આ બાબતને પૂરતી માત્રામાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય નક્કી કરશે કે તેના અનુસંધાને આગળ શું પગલાં લઇ શકાઈ. હાલમાં કોઈ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી.
  • કેન્દ્ર સરકારે પહેલાથી જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ કોવિડ પોઝિટિવ કેસના સેમ્પલ INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબને દૈનિક ધોરણે મોકલવા સૂચના આપી છે. INSACOG એ ભારતમાં વિવિધ પ્રકારના કોવિડનો અભ્યાસ અને દેખરેખ રાખવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળનું પ્લેટફોર્મ છે.
  • સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી તમામ રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "જાપાન, યુએસએ, રિપબ્લિક ઓફ કોરિયા, બ્રાઝિલ અને ચીનમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળાને જોતા, કોવિડ પોઝિટિવના નવા પ્રકારને ટ્રેક કરવા માટે જરૂરી છે. કેસોના જિનોમ સિક્વન્સિંગ માટે તૈયારી કરવી જરૂરી છે."
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 131 નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે.  હાલમાં સક્રિય કેસોની સંખ્યા 3,408 છે.
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મૃત્યુ નોંધાયા છે.  જેમાં બે કેરળ રાજ્યના અને એક પશ્ચિમ બંગાળ રાજ્યથી નોધાયો છે. 
  • ચીન તેની શૂન્ય કોવિડ નીતિમાં ફેરફાર કર્યા પછી કોવિડ-સંબંધિત મૃત્યુમાં વધારાને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ઝીરો કોવિડ પોલિસીમાં કડક લોકડાઉન અને સામૂહિક પરીક્ષણ લાગુ કરવામાં આવ્યું હતું.ચીનમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં 10 લોકોના મોત થયા બાદ ઝીરો કોવિડ નીતિને સામૂહિક વિરોધ સાથે મળી હતી.