×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકારનો વિપક્ષને જવાબ, UPA સરકારમાં પણ દર 4 મિનિટમાં 1 બિલ પસાર થયું હતું

નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2021 ગુરૂવાર

કેન્દ્રીય પ્રધાનો પિયુસ ગોયલ, પ્રહલાદ જોશી, અને અનુરાગ ઠાકુરે ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે તમામ વિક્ષેપો છતા રાજ્ય સભામાં આ સત્ર દરમિયાન પસાર થનારા બિલોની સંખ્યા 2014 પછી સૌથી વધું હતી. 

તેમણે જણાવ્યું  કે 11 ઓગસ્ટે વિક્ષેપો અને કાર્ય સ્થગિત થવાનાં કારણે 76 કલાક અને 26 મિનિટનું નુકસાન થયું, તે હિસાબે સરેરાસ 4 કલાક 30 મિનિટ થાય, તેમણે કહ્યું કે બંને ગૃહોમાં 22 બિલો પસાર કરવામાં આવ્યા, જેમાં કેટલાક મહત્વનાં બિલોનો પણ સમાવેશ થાય છે. 

આ બિલોમાંથી 19 રાજ્યસભામાં પસાર કરાયા, જેમાં ઓબીસી અનામત બિલ જેવું મહત્વનું બંધારણ સુધારા બિલનો પણ સમાવેશ થાય છે, તેમણે વિપક્ષનાં કોઇ પણ ચર્ચા વગર બિલ પસાર કરવાનાં જવાબમાં કહ્યું કે કોંગ્રેસનાં નેતૃત્વવાળી યુપીએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે યુપીએ સરકારે વર્ષ 2006થી 2014 સુધીનાં સમયગાળા દરમિયાન ઉતાવણમાં જ 18 બિલો પસાર કર્યા હતાં.

પ્રેસ કોન્ફરન્સ બાદ જાહેર કરાયેલી પ્રેસ રિલિઝમાં સરકારે તે બિલો અંગે જણાવ્યું કે જે કેન્દ્રમાં આ સરકારની પહેલાની સરકારો દ્વારા પસાર કરવામાં આવ્યા હતાં, આ બિલોમાં વિશેષ પોલીસ સ્થાપના (સુધારો) બિલનો પણ સમાવેશ થાય છે, જેને વર્ષ 2006માં માત્ર 3 જ મિનિટમાં પસાર કરવામાં આવ્યું હતું, કેન્દ્રએ જણાવ્યું કે યુપીએ સરકારે સરેરાસ 72 મિનિટમાં 17 બિલો પસાર કર્યા, જે મુજબ લગભગ દર 4 મિનિટમાં 1 બિલ પસાર કરવામાં આવ્યું.