×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ નિર્મલા સીતારમણ આજે રજુ કરશે


નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે દેશનું બજેટ રજુ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં 140 કરોડ દેશવાસીઓ માટે જાહેરાતો થઇ શકે છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે. છેલ્લા બે વર્ષની જેમ આ વખતે પણ નાણામંત્રી પેપરલેસ બજેટ રજૂ કરશે. વૈશ્વિક મંદીના અવાજ વચ્ચે તમામની નજર મોદી સરકારના આ બજેટ પર રહેલી છે.

સરકારનું આ બજેટમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને સામાન્ય લોકોને રાહત આપવા તેમજ વિકાસ દરને જાળવવાના મુદ્દાને ધ્યાને લઇ તૈયાર થયું હોઈ શકે છે. કરદાતાઓને બજેટ 2023 માં આવકવેરા બ્રેકેટ 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની અપેક્ષા છે. બજેટ 2023-24માં ક્રિપ્ટોકરન્સી અને GST પર પણ મોટી જાહેરાત થઈ શકે છે.

નિર્મલા સીતારમણના પાંચમા બજેટમાં પાંચ મોટી અપેક્ષાઓ 

આવકવેરામાં રાહત
પગારદાર પ્રોફેશનલ્સ એવા કરદાતાને  બજેટ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હોય છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો અને ઈંધણના ભાવમાં થયેલા વધારાથી મધ્યમ વર્ગને સૌથી વધુ ફટકો પડ્યો છે. એટલા માટે આવકવેરામાં રાહત આપી શકે તેવી અપેક્ષા છે. 

રિયલ એસ્ટેટ સેક્ટર
રિયલ એસ્ટેટ સેક્ટર કોરોનાને કારણે મુશ્કેલીમાંથી બાઉન્સ બેક કરવામાં સફળ થયું છે. હાઉસિંગ સેક્ટર આગામી નાણાકીય વર્ષમાં મજબૂત માંગ પર નજર રાખી રહ્યું છે. મુખ્ય અપેક્ષાઓમાં કરમાં મુક્તિ, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો, સિમેન્ટ અને સ્ટીલ જેવા કાચા માલ પર જીએસટીમાં ઘટાડો કરી શકે તેવી અપેક્ષા છે.

હેલ્થકેર
દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે વધુ બજેટની ફાળવણી કરે તેવી અપેક્ષા છે.

રેલ્વે 
સામાન્ય લોકોની અપેક્ષાઓમાં ટ્રેન ટિકિટના ભાડાને નિયંત્રિત કરવા, ટ્રેનોમાં સ્વચ્છતા પર ધ્યાન આપવું, ટ્રેનોની સંખ્યા વધારવી વગેરેનો સમાવેશ થાય છે.

મેન્યુફેક્ચરિંગ
નિષ્ણાતોને બજેટમાંથી ઘણી આશાઓ છે કારણ કે તેઓને લાગે છે કે તે ઉત્પાદન ક્ષેત્ર દેશના આર્થિક વિકાસ માટે મુખ્ય છે તે માટે તેના પર પણ નજર રહેશે.