×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોટું સંકટ! માલ્ટા-લીબિયા વચ્ચે જહાજનું ઈંધણ પતી જતાં 400 અપ્રવાસીઓ સામે ડૂબી જવાનું જોખમ

image : Twitter


આફ્રિકન દેશોમાંથી દરિયાઈ માર્ગે યુરોપ જતી બોટ અને જહાજો ડૂબી જવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં એક અહેવાલ મળ્યાં છે કે હવે 400 લોકોથી ભરેલું એક જહાજ, જેનું ઇંધણ સમાપ્ત થઈ ગયું છે અને તેના કેપ્ટનની પણ ખબર નથી તે માલ્ટા અને લિબિયા વચ્ચે ફસાઈ ગયું છે. આ જહાજ પર સવાર લોકો અપ્રવાસીઓ હોવાનું કહેવાય છે, જેમના પર હવે દરિયામાં ડૂબી જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. 

જર્મન એનજીઓએ આપી માહિતી 

એક જર્મન એનજીઓ સી-વોચ ઈન્ટરનેશનલએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાની માહિતી આપી છે. ભૂમધ્ય સમુદ્રમાં પીડિત નૌકાઓ અને જહાજોનું નિરીક્ષણ કરતી સહાયક સેવા એલાર્મ ફોને જણાવ્યું હતું કે તેઓને ગઈકાલે રાત્રે લિબિયાના તોબ્રુકથી નીકળેલા જહાજ પરથી કોલ આવ્યો હતો. આ જહાજ પર પીડિતો વતી પોતાને બચાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તેમના માટે કોઈ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી નથી.

જહાજ ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યું છે!

'એલાર્મ ફોન' વતી એવું કહેવામાં આવ્યું હતું કે તેણે ભૂમધ્ય સમુદ્રમાં ફસાયેલા જહાજ વિશે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. એલાર્મ ફોને કહ્યું કે જહાજમાં ઈંધણ સમાપ્ત થઈ ગયું છે અને તેની નીચેની ડેક પાણીથી ભરાઈ ગઈ છે. કેપ્ટન પણ ક્યાંક ગાયબ થઈ ગયો છે અને હવે એ જહાજને ચલાવવા માટે કોઈ બચ્યું નથી.

જો મદદ જલ્દી નહીં પહોંચે, તો જીવન સમાપ્ત થઈ જશે

એલાર્મ ફોને કહ્યું કે બોર્ડ પરના લોકો ગભરાઈ રહ્યા હતા, જેમાંથી ઘણાને મેડિકલ સહાયની જરૂર હતી. એલાર્મ ફોન મુજબ,આ જહાજ હવે માલ્ટિઝ સર્ચ એન્ડ રેસ્ક્યુ એરિયા (SAR) માં હોઈ શકે છે. જો કે, બોર્ડ પરના લોકો માલ્ટિઝ સત્તાવાળાઓનો સંપર્ક કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં, જો લોકોને તે ડૂબતા જહાજમાંથી વહેલી તકે બચાવવામાં ન આવે તો મોટી હોનારત સર્જાઈ શકે છે.