×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોંઘવારી : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ગુજરાત ચૂંટણી સભા પહેલા મોટો વિવાદ ટળ્યો

અમદાવાદ, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કચ્છના ગાંધીધામમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીમંત્રી સ્મૃતિ ઈરાનીની સભા પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવાની ઘટના સામે આવી છે. કોંગ્રેસ અને આપના કાર્યકરો મોંઘવારીનો વિરોધ કરવા સ્મૃતિ ઈરાનીની સભામાં પહોંચવાના હતા જોકે તે પહેલા પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી લીધી છે.


મોંઘવારીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ-આપના કેટલાક કાર્યકરોની અટકાયત

દરમિયાન આજે કચ્છના ગાંધીધામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ સ્મૃતિ ઈરાનની સભાનું આયોજન કરાયું હતું. આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઈ હતી. આ માટે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ સ્મૃતિ ઈરાનીની આગતા-સ્વાગતા માટે પણ તૈયારીઓ કરી લીધી હતી. જોકે સ્મૃતિ ઈરાનીની સભા શરૂ થાય તે પહેલા જ મોંઘવારીનો પ્રશ્ન સામે આવી ગયો હતો. ગાંધીધામમાં સ્મૃતિ ઈરાનીની યોજાનાર સભા પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ શરૂ કરી દીધો છે. આ બંને પક્ષોના કાર્યકરો મોંઘવારીનો મુદ્દો લઈને સ્મૃતિ ઈરાનીની સભામાં જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે પહેલા જ પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. આમ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ચૂંટણી સભા શરૂ થાય તે પહેલા જ મોંઘવારીનો મોટો વિવાદ ટળ્યો હતો.

ગાંધીધામ બેઠક પરના ત્રણેય પક્ષોના ઉમેદવારો

ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે તબક્કામાંથી પ્રથમ તબક્કા એટલે કે પહેલી ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લાના ગાંધીધામની બેઠક પર પણ મતદાન યોજાવાનું છે. આ બેઠક પર ભાજપ તરફથી માલતી માહેશ્વરી તો કોંગ્રેસ તરફથી ભરત વી. સોલંકી જ્યારે આમ આદમી પાર્ટી તરફથી બી.ટી.મહેશ્વરી ચૂંટણી મેદાનમાં છે.  આ ચૂંટણીમાં ગાંધીધામ બેઠક પર કુલ 314991ની વસ્તી તમામ પક્ષોનું ભવિષ્ય નક્કી કરશે.