×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોંઘવારી આસમાને: મે મહિનામાં 6.3 ટકાએ પહોંચ્યો રીટેલ ફુગાવો, એપ્રિલમાં હતો 4.23 ટકા

નવી દિલ્હી, 14 જુન 2021 સોમવાર

દેશમાં રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં ઉછળીને 6.3 ટકા પર પહોંચી ગયો, સોમવારે જાહેર થયેલા સરકારી આકડામાં આ માહિતી આપવામાં આવી છે, અત્રે ઉલ્લેખનિય છે કે એપ્રિલમાં આ દર 4.23 ટકા હતી. 

ત્યાં જ ક્રુડ ઓઇલ અને મેન્યુફેક્ચરિંગ ચીજોની હોવસેલ કિંમતોમાં વૃધ્ધીનાં પગલે હોલસેલ ઇન્ડેક્સ પર આધારીત ફુગાવાનાં દર મે મહિનામાં વધીને રેકોર્ડ 12.94 ટકા સ્તરે પહોંચી ગયા, આ ઉછાળામાં તુલનાત્મક આધારની અસર પણ જોવા મળે છે, કેમ કે મે 2020માં WPI આધારિત મોંઘવારી શુન્યથી 3.37 ટકા નીચે હતી. આ સતત પાંચમો મહિનો છે, જ્યારે WPI આધારિત મોંઘવારી વધી છે, એપ્રિલ 2021માં તે 10 ટકાની સીમા પર કરીને  પણ 10.49 ટકા થઇ ગઇ હતી. 

વેપાર મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યું માસિક  WPI પર આધારિત મોંઘવારીની વાર્ષિક દર મે 2021 ( મે, 2020ની તુલનામાં) વધીને  12.94 ટકા થઇ ગઇ,   જે મે 2020 માં શુન્યથી 3.37 ટકા નીચે હતી.

નિવેદન મુજબ, મે 2021માં મોંઘવારીની ઉચ્ચ દર મુખ્યરૂપથી ઓછો આધાર પ્રભાવ અને પેટ્રોલ, ડિઝલ, નેફ્થા, ફર્નેસ ઓઇલ વગેરે પેટ્રોલિયમ ઉત્પાદનો અને મેન્યુફેક્ચરિંગ ચીજોની કિંમતમાં છેલ્લા એક વર્ષનાં સમાન મહિનાની તુલનામાં વૃધ્ધીનું કારણ છે. 

ઇંધણ અને પાવર સેગમેન્ટમાં જથ્થાબંધ ફુગાવો એપ્રિલના 20.94 ટકાની તુલનામાં સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન વધીને 37.61 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ ચીજોમાં ફુગાવો મે મહિનામાં 10.83 ટકા હતો જે અગાઉના મહિનામાં 9.01 ટકા હતો.

ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો મે મહિનામાં નજીવો ઘટીને 4.31 ટકા થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન ડુંગળી મોંઘી થઈ ગઈ. મેમાં વાર્ષિક ધોરણે ડુંગળીના ભાવોમાં 23.24 ટકાનો વધારો થયો હતો. એપ્રિલમાં તેના જથ્થાબંધ ભાવો એક વર્ષ અગાઉની તુલનાએ 19.72 ટકા ઓછા હતા.