×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મૈસુરમાં બસની ટક્કરથી ઈનોવાનું કચ્ચરઘાણ, 2 બાળકો સહિત 10ના ઘટના સ્થળે જ મોત

તા. 29 મે 2023, સોમવાર 

મૈસુર પાસે આજે બસ અને ઈનોવા કાર સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઈનોવા મુસાફરી કરી રહેલા 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જેમા બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તેને થોડી ઈજા થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૈસુર પોલીસ અધિક્ષક સીમા લતકરે વાત કરતા કહ્યુ કે આ દુર્ઘટના તિરુમકૂડલુ અને નરસીપુરની વચ્ચે થઈ હતી. 

અકસ્માત એટલો ભયંકર હતો કે ઈનોવાનું કાગળની જેમ કચ્ચરઘાણ વળી ગયું હતું.

આજે સવારે અહી એક ઈનોવા બસ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. માહિતી પ્રમાણે આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઈનોવાનું કાગળની જેમ કચ્ચરઘાણ વળી ગયું હતું. અને ઈનોવામાં મુસાફરી કરી રહેલા લોકો એવી રીતે દબાઈને મોતને ભેટ્યા છે કે તેમની લાશ કાઢવી પણ મુશ્કેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘણી મહેનત પછી કારમાથી લાશ કાઢવામાં આવી હતી અને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવી હતી. 

10 લોકોમાંથી એક વ્યક્તિનો બચાવ, ઈજાઓ પહોચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો 

આ સાથે એક વ્યક્તિ ઘાયક થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ ઘટવાની તપાસમાં કરવામાં જોડાયેલી છે. જેમા આસપાસના સ્થાનિક લોકો પાસેથી ઘટના અંગની જાણકારી લેવામાં આવી રહી છે. તે ઉપરાંત સીસીટીવી ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહ્યા છે. 

ઈનોવામાં 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા

એક માહિતી પ્રમાણે ઈનોવામાં 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અને તેઓ વેકેશનની રજા માણવા મૈસુર ફરવા જઈ પરત ફરી રહ્યા હતા. આ પહેલા તેઓ ચાંમુડા હિલ્સ, મેલ માહાદેશ્વરા હિલ્સ અને બિલિગિરિરંગા હિલ્સ જોવા ગયા હતા. આ તમામ લોકો બેલ્લારીની પાસે આવેલા સંગનકલ્લુ ગામના રહેવાસી હતા. અને સાંજે 5 વાગ્યાની ટ્રેનમાં તેમના ગામે પહોચવાના હતા. પોલીસ ઘટના વિશે વધુ માહિતી મેળવી રહી છે. 

કર્ણાટકના સીએમ મૃતકોને વળતર આપવાની ઘોષણા કરી

આ દર્દનાક ઘટના બાદ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને વળતર પેટે 2 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંબંધિત અધિકારીઓને મૈસુરમાં તિરુમાકુડલુ-નરસીપુરા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે આદેશ આપવામાં આવ્યો હતો.