×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મે મહિના બાદ ચીને એલએસી નજીક અનેક વખત ઘૂસણખોરીના પ્રયાસ કર્યા : વિદેશ મંત્રાલય

- સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી 2021, બુધવાર

અપ્રિલ 2020થી ભારત અને ચીન વચ્ચોનો સીમા વિવિદ ચાલી રહ્યો છે. જેને લઇને હવે વિદ્શ મંત્રાલય દ્વારા એક મહત્વનું નિવેદન આવામાં આવ્યું છે. સંસદમાં અત્યારે પ્રશ્નકાળ ચાલી રહ્યો છે, ત્યારે એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ગયા વર્ષે એપ્રિલ અને મે મહિના બાદ ચીન દ્વારા એલએસી પર ચીની સૈનિકોની સંખ્યા વધી છે. 

આ સિવાય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મે મહિના બાદ ચીન દ્વારા એલએસી નજીકના વિસ્તારમાં અનેક વખત ઘૂસણખોરીના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જેનો ભારત દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં આવ્યો છે. 

વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર સ્થિતિને લઇને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાના ચીની સમકક્ષ સાથે 10 સપ્ટેમ્બર 2020ના રોજ મોસ્કોમાં મુલાકાત પમ કરી હતી. બંને પક્ષો વાતચીત દરમિયાન એ વાત ઉપર સહમત થયા હતા કે વિવાદ કોઇના પણ હિતમાં નથી. આ મુલાકાતમાં બંને વચ્ચે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે સહમતિ બની હતા. 

તો સાથે જ વિદેશ મંત્રાલયે બંને દેશના રક્ષા મંત્રીઓનૂ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. મંત્રાલયે કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ચીની સમકક્ષ સાથે 4 સપ્ટેમ્બર 2020માં મોસ્કોની અંદર મુલાકાત કરી હતી. ત્યારે પણ બંને વચ્ચે સીમા વિવાદને વાતચીતના માધ્યમથી ઉકેલવાની વાત થઇ હતી.