×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મે મહિનામાં GST કલેક્શન 16% ઘટીને 1.41 લાખ કરોડ

અમદાવાદ,તા. 1 જુન 2022,બુધવાર

નવા નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત સાથે ઈતિહાસનું સૌથી રેકોર્ડ કલેક્શન દર્શાવ્યા બાદ મે, 2022ના વર્ષમાં જીએસટી કલેક્શન માસિક દ્રષ્ટિએ 16% ઘટ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન મે મહિનામાં માસિક ધોરણે 16 ટકા ઘટીને રૂ. 1.41 લાખ કરોડ થયું છે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. 

નાણા મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડામાં માહિતી આપી કે મે 2021ની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં GST કલેક્શનમાં 44 ટકાનો વધારો થયો છે. મે મહિનામાં કલેક્શન હંમેશા એપ્રિલ મહિના કરતાં ઓછું નોંધાયું છે. એપ્રિલ મહિનો નાણાકીય વર્ષની શરૂઆત દર્શાવે છે અને મે મહિના માટેનું કલેક્શન એપ્રિલ મહિનાના રિટર્ન સાથે જોડાયેલું છે," નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

મે મહિનાના કુલ GST કલેક્શનમાંથી સેન્ટ્રલ GSTના રૂ. 25,036 કરોડ સ્ટેડ જીએસટીના રૂ. 32,001 કરોડ અને ઈંટીગ્રેટેડ જીએસટીના રૂ. 73,345 કરોડ રૂપિયા ઉપરાંત રૂ. 10,502 કરોડ કમ્પનસેશન સેસના છે. જોકે ISGTમાંથી  સરકારે સેન્ટ્રલ જીએસટીમાં રૂ. 27,924 કરોડ અને સ્ટેટ જીએસટીમાં રૂ. 23,123 કરોડ ચૂકવ્યા છે. આ રીતે સેટલમેન્ટ પછી મે મહિનામાં સેન્ટ્રલ જીએસટીનું કુલ કલેક્શન રૂ. 52,960 કરોડ અને સ્ટેટ જીએસટીનું કુલ કલેક્શન રૂ. 55,124 કરોડ હતું.

જુલાઈ 2017માં GST સિસ્ટમ લાગુ થયા બાદ આ ચોથી વખત છે જ્યારે માસિક GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર એપ્રિલમાં કુલ 7.4 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે માર્ચના 7.7 કરોડ ઈ-વે બિલ કરતાં લગભગ 4 ટકા ઓછા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સતત 11મો મહિનો છે જ્યારે GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે. GST કલેક્શનના છેલ્લા એક વર્ષના એક આંકડા નીચે મુજબ છે : 

GST કલેક્શનના આંકડા

મહિનો

કલેક્શન (કરોડ રૂપિયામાં)

વાર્ષિક ફેરફાર

મે, 2022

 1,40,885

 44%

એપ્રિલ, 2022

1,67,540

20%

માર્ચ, 2022

 1,42,095

15%

ફેબ્રુઆરી, 2022

1,33,026

18%

જાન્યુઆરી, 2022

1,40,986

18%

ડિસેમ્બર, 2021

1,29,780

13%

નવેમ્બર, 2021

1,31,526

25%

ઓક્ટોબર, 2021

1,30,127

24%

સપ્ટેમ્બર, 2021

1,17,010

23%

ઓગષ્ટ, 2021

1,12,020

30%

જુલાઈ, 2021

1,16,393

33%

જૂન, 2021

92,800

2%