×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેહુલ ચો્કસીનુ પ્રત્યાર્પણ રોકવા તેના મોટાભાઈના ધમપછાડા, ડોમિનિકાના નેતાને આપી લાંચ

નવી દિલ્હી,તા.2 જુન 2021,બુધવાર

પંજાબ નેશનલ બેન્કની લોનની હજારો કરોડોની રકમનુ કૌભાંડ કરનાર આરોપી મેહુલ ચોક્સીનુ ડોમિનિકાની સરકાર ભારતને પ્રત્યાપર્ણ ના કરે તે માટે તેના ભાઈએ ધમપછાડા શરૂ કર્યા છે.

કેરેબિયન મીડિયાના એક સ્ફોટક અહેવાલ પ્રમાણે મેહુલના મોટોભાઈ ચેતન ચોકસીએ તેને બચાવવા માટે ડોમિનિકાના વિપક્ષી સાંસદોને લાંચ આપી છે. એટલુ જ નહીં મેહુલને ડોમિનિકાની સરકાર ભારતના મોકલી દે માટે વિપક્ષી સાંસદોને ચૂંટણીમાં મદદ કરવા માટે પણ વાયદો કર્યો છે.

ચેતન ચોક્સીએ ડોમિનિકાની વિપક્ષી પાર્ટીના નેતા લેનક્સ લિન્ટન સાથે બંધ રૂમમાં બે કલાક એક બેઠક યોજી હતી.બેઠકમાં તેણે લિન્ટનને ઓફર આપી હતી કે, વિપક્ષ જો સંસદમાં આ મામલાને દબાવવા માટે મદદ કરશે તો ચૂંટણીમાં તેમને મદદ આપવામાં આવશે.એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, ચેતન દ્વારા લિન્ટનને બે લાખ ડોલર ટોકન મની તરીકે પણ અપાયા છે અને આગળ વધારે મદદ કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષી નેતા લેનક્સ લિન્ટરને નિવેદન પણ આપ્યુ હતુ કે, ડોમિનિકા સરકારે મેહુલ ચોક્સીને ભારતના હવાલે કરવો જોઈએ નહીં.રિપોર્ટ પ્રમાણે ચેતન ચોક્સી ડિમિન્કો એનવી નામની કંપની ચલાવે છે. જે હોંગકોંગ ખાતેની કંપનીની સબસિડરી કંપની છે. કંપની ઈન્ટિગ્રેટેડ ડાયમંડ અને જ્વેલરીનો મોટો વ્યવસાય કરતી હોવાનો દાવો છે. ચેતનને 2019માં નીરવ મોદીની સુનાવણી વખતે લંડન કોર્ટની બહાર પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સી 23મીની સાંજે એન્ટિગુઆ ખાતે પોતાના ઘરમાંથી ગાયબ થયો હતો.તે વખતે એવો દાવો થયો હતો કે તે ક્યુબા ભાગી ગયો છે. મેહુલ ચોક્સી એન્ટીગુઆનો નાગરિક છે અને તે દરિયાઈ રસ્તે ભાગવાની ફિરાકમાં હતો પણ જેવો તે ડોમિનિકા પહોંચ્યો કે અધિકારીઓએ તેને પકડી લીધો હતો.

એન્ટીગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉને પણ ડોમિનિકાની કોર્ટને ચોક્સીને સીધો ભારત મોકલી દેવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે ચોક્સીના વકીલોએ કોર્ટમાં તેને ભારત સોંપવા સામે અરજી કરી હતી. કોર્ટે આ અરજીની સુનાવણી પૂરીના થાય ત્યાં સુધી તેને દેશમાં રાખવાનો હુકમ કર્યો છે. બીજી તરફ એક ખાનગી વિમાન સાથે ભારતના આઠ અધિકારીઓ ડોમિનિકામાં મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ધામા નાંખીને બેઠા છે.