×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેઘાલયમાં BJPનો ચૂંટણી ઢંઢેરો : દીકરી જન્મે તો ₹50,000, K.G.થી સ્નાતક સુધી અભ્યાસ ફ્રી

image : Twitter


નવી દિલ્હી, તા 15, ફેબ્રુઆરી, 2023, બુધવાર 

મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે છોકરીઓના જન્મ પર તેમને 50000 રુપિયાનો બોન્ડ આપવાની જાહેરાત કરી છે. તેની સાથે જ કે.જી.થી સ્નાતક સુધી તેને અભ્યાસ પણ મફત કરાવાશે. ઉલ્લેખનીય છે કે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.

કહ્યું - અમે મેગા મેઘાલયની મહત્ત્વકાંક્ષા ધરાવીએ છીએ

નડ્ડાએ કહ્યું કે મને મેઘાલય માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા આનંદ થાય છે. મેઘાલય સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ રાજ્ય છે. અમે તેને નવી ઊંચાઇઓ પર લઈ જવા તત્પર છીએ. નડ્ડાએ કહ્યું કે વિકાસ માટે પૂર્વોત્તર રાજ્યો વચ્ચે હરિફાઈ થઇ રહી છે અને મેઘાલય પણ તેમાં સામેલ છે. ભ્રષ્ટાચાર રાજ્યના વિકાસમાં સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. નડ્ડાએ કહ્યું કે સ્પીડ, સ્કેલ અને સ્કિલ ત્રણે મહત્ત્વપૂર્ણ પાસા છે જેને મેનેજ કરવાની જરુર છે. અમે મેગા મેઘાલયની મહત્ત્વકાંક્ષા ધરાવીએ છીએ. 

ખેડૂતોને વાર્ષિક 3000 અને માછીમારોને 6000ની સહાય કરાશે 

નડ્ડાએ આ દરમિયાન અનેક વાયદા કર્યા હતા.  તેમણે કહ્યું કે 7મું પગારપંચ લાગુ કરાશે. પીએમ-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક નાણાકીય સહાયને 2,000 રુપિયા સુધી વધારાશે. નડ્ડાએ કહ્યું કે દીકરીઓ માટે એક યોજના શરુ કરાશે. તે હેઠળ દીકરીના જન્મના સમયે 50 હજાર રુપિયાના બોન્ડ અપાશે. ત્યારપછી કે.જી.થી સ્નાતક સુધી તેમને મફત અભ્યાસ પણ કરાવાશે. તેની સાથે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને વાર્ષિક 2 મફત એલપીજી સિલિન્ડર પણ અપાશે. જમીન વગરના ખેડૂતોને વાર્ષિક 3000 રુ. અને માછીમારોને 6 હજાર રુપિયાની સહાય કરવાનો નિર્ણય લેવાયો છે.