×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેઘાલયના ગ્રામીણોની બહાદુરી! આપણી સરહદમાં ઘૂસી આવેલા 2 બાંગ્લાદેશી સરહદી ગાર્ડ્સને ભગાડ્યાં

image : Twitter - BSF - Representative Image 


બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ(BGB)ના બે સૈનિકો મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ઘૂસી આવ્યા હતા હતા, પરંતુ ગામના લોકોએ બહાદુરી બતાવતા તેમને ભગાડ્યા હતા. બંને જવાનો બુધવારે સાંજે આશરે ચાર વાગ્યો ગારો હિલ્સના રોંગારા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. યુનિફોર્મમાં આવેલા બંને સૈનિકોને એકે સિરીઝની અસોલ્ટ રાઈફલ અને લાકડીઓ સાથે જોઇને ગ્રામીણો ચોંકી ગયા હતા. જેના બાદ સ્થાનિકોએ તેમનો પીછો કર્યો. બંને સૈનિકો ઈન્ટરનેશનલ બોર્ડરની સામે આવેલા એક ગામમાં ઘૂસણખોરી કરી હતી. 

BSFએ વાંધો ઊઠાવી કરી કાર્યવાહીની માગ 

આ ઘટના બાદ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ આ મામલો બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (BGB) સમક્ષ ઊઠાવી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. BSFના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને બાંગ્લાદેશમાં તેમના સમકક્ષો દ્વારા જાણ કરવામાં આવી હતી કે BGBના સૈનિકો કથિત રીતે સરહદની દાણચોરીમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અજાણતા ભારતીય ગામમાં પ્રવેશ્યા હતા.

BGBના સૈનિકોએ કહ્યું - ભૂલથી આવી ગયા 

બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગામ આંતરરાષ્ટ્રીય સરહદની વાડની સામે હોવાથી, BGBના જવાનોને દેખીતી રીતે ખ્યાલ ન હતો કે તેઓ ગુનેગારોનો પીછો કરતી વખતે ક્યારે ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. સીમા ભંગને લઈને ફ્લેગ મીટિંગ થઈ છે અને સત્તાવાર પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈપણ ભારતીય નાગરિકને હેરાન કરવામાં આવ્યો ન હતો.