×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેં તો આઠ વર્ષ પહેલા જ કહ્યુ હતુ કે, ભારતે તાલિબાન સાથે વાતચીત શરૂ કરવી જોઈએઃ ઓવૈસી

નવી દિલ્હી,તા.17 ઓગસ્ટ 2021,મંગળવાર

મુસ્લિમ આગેવાન અને AIMIMના પ્રમુખ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તાલિબાનના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી છે.

ઓવૈસીએ સોમવારે સાંજે એક પછી એક ત્રણ ટ્વિટ કરીને સરકારને અપીલ કરી હતી કે, તાલિબાન સાથે સરકારે વાતચીત શરૂ કરવી જોઈએ.મેં તો આઠ વર્ષ પહેલા જ આ મુદ્દે સરકારને ચેતવી હતી.

ઓવૈસીએ આ વાતના સમર્થનમાં લોકસભામાં પોતે કરેલા ભાષણના વિડિયો પણ પોસ્ટ કર્યા છે અને કહ્યુ છે કે, 2013માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ મેં કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાંથી એક દિવસ અમેરિકન સૈનિકોની વાપસી શરૂ થશે અને ભારતના હિતોની રક્ષ માટે તાલિબાન સાથે વાતચીત શરૂ કરવી જોઈએ.

ઓવૈસીએ આગળ કહ્યુ હતુ કે, આપણા દેશે અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે.ત્યારે કોઈ સરકારે તેના પર ધ્યાન નહોતુ આપ્યુ અને હવે સરકાર શું કરશે. 2019માં પણ મેં ફરી આવ વાત કરી હતી. કારણકે તે લખતે તાલિબાન સાથે અમેરિકા અને પાકિસ્તાન મોસ્કોમાં વાતચીત કરી રહ્યા હતા પણ તે વખતે વડાપ્રધાન ઓફિસ એ ગણતરી કરી રહી હતી કે, પીએમ મોદીએ ટ્રમ્પને કેટલી વખત ગળે લગાવ્યા છે, આજે આપણને ખબર નથી કે, આ સંકટમાં આપણી નીતિ શું છે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાન સરકારને માન્યતા આપવી કે નહીં તે અંગે ભારતે હજી પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ નથી. સરકાર હાલમાં તો ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી સહી સલામત ભારત લાવવા માટે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.