×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુલાયમ સિંહના પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા, યુપી ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ


લખનૌ, તા. 19 જાન્યુઆરી 2022 બુધવાર

અપર્ણા યાદવ એટલે કે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના નાના પુત્રવધુ આજે ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમને ભાજપમાં સામેલ કરાવ્યા. આ અવસરે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર હતા. અપર્ણા યાદવે ભાજપની સદસ્યતા અપાવીને બંનેને સપા, અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ.

ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી. ભાજપમાં આવ્યા બાદ અપર્ણા યાદવે કહ્યુ કે હુ હંમેશાથી પીએમ મોદીથી પ્રભાવિત રહી છુ. રાષ્ટ્ર મારા માટે સૌથી પહેલા છે. હુ હવે રાષ્ટ્રની આરાધના કરવા નીકળી છુ. જેમાં મને સૌનો સહયોગ જોઈએ. અપર્ણા યાદવે આગળ પીએમ મોદીની સ્વચ્છ ભારત અભિયાન, મહિલાઓ, રોજગાર વગેરે માટે ચલાવવામાં આવેલા અભિયાનોના વખાણ કર્યા.

અપર્ણા યાદવ મુલાયમ સિંહના બીજા પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે. અપર્ણા યાદવે 2017ના વિધાનસભા ચૂંટણી લખનૌની કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડી હતી. સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર ભાજપના ઉમેદવાર રીટા બહુગુણા જોશીથી હારી ગયા હતા. જોકે, અપર્ણા યાદવે લગભગ 63 હજાર મત પ્રાપ્ત કર્યા હતા. રીટા બહુગુણા જોશીના સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી થઈ હતી જેની પર 2019માં પેટા ચૂંટણી થઈ હતી જેમાં ભાજપે જ જીત નોંધી હતી અને સુરેશ ચંદ તિવારી ચોથી વાર ધારાસભ્ય બન્યા હતા.