×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુનવ્વર રાનાના દીકરાએ પોતાના પર નકલી હુમલો કરાવ્યો હતો

રાય બરેલી, તા. ૨યુપી પોલીસે દાવો કર્યો હતો કે ઉર્દુના વિખ્યાત શાયર મુનવ્વર  રાનાના દીકરા તબરેઝે સંપત્તિના વિવાદમાં કાકાને ફસાવવા માટે પોતાના પર નકલી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. એ મુદ્દે પોલીસે ચારની ધરપકડ કરી છે.ઉર્દુના શાયર મુનવ્વર રાનાના દીકરા તબરેઝે કાકાને ફસાવવા પોતાના પર નકલી હુમલો કરાવ્યો હતો, એવો દાવો યુપી પોલીસે કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે મુનવ્વર રાનાના પરિવારમાં સંપત્તિ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સંપત્તિના વિવાદમાં કાકા ઈસ્માઈલને ફસાવવા માટે તબરેઝે પોતાના પર નકલી હુમલાનું ષડયંત્ર ઘડયું હતું. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો દાવો જૂઠો સાબિત થયો હતો.બીજી તરફ મુનવ્વર રાનાની દીકરી સુમૈયા રાનાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે યુપી પોલીસ તબરેઝની પૂછપરછ કરવા રાય બરેલી સ્થિત ઘરે આવી ત્યારે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. મુનવ્વર રાણાના દીકરી સુમૈયા સમાજવાદી પાર્ટીમાં છે અને બીજી દીકરી ફૌજિયા કોંગ્રેસમાં છે. બંનેએ મળીને પોલીસ સામે ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે મુનવ્વર રાનાના દીકરા તબરેઝે થોડા દિવસ પહેલાં તેના પર ફાયરિંગ થયાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. એ ફરિયાદ પરથી પોલીસે તપાસ આદરી હતી.