×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા અને ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમારને થયો કોરોના


- સુનીલ અરોડાની વિદાય બાદ સુશીલ ચંદ્રા મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા હતા

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2021, મંગળવાર

દેશમાં કોરોના બેકાબૂ બની ગયો છે તથા મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા અને ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમાર પણ તેની લપેટમાં આવી ગયા છે. ચૂંટણી પંચના બે ટોચના અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે હડકંપ મચી ગયો છે. સુનીલ અરોડાની વિદાય બાદ સુશીલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. 

દેશમાં કોરોનાનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,170 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,53,21,089 થઈ ગઈ છે. 1761 તાજેતરના મોતની સાથે કુલ મૃતકઆંક 1,80,530 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 20,31,977 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 1,31,08,582 છે. 

18 વર્ષથી વધારે ઉંમરના તમામ નાગરિકને વેક્સિન

હવેથી 18 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા તમામ લોકો માટે કોરોના વેક્સિનેશનનો રસ્તો સાફ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ અને એક્સપર્ટ્સ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે. પહેલી મેથી વેક્સિનેશનનો ચોથો તબક્કો શરૂ થશે જેમાં 18 વર્ષ કરતા વધારે ઉંમરના તમામ લોકો વેક્સિન લઈ શકશે.