×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, મારું લક્ષ્ય સીએમ કે પીએમ બનવાનું નથી પરંતુ, બીજેપીને કેન્દ્રમાંથી હટાવવાનું છે

Image Twitter


 










તા. 13 ડીસેમ્બર 2022, મંગળવાર 

મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે ફરી કહ્યું કે, તેમનું લક્ષ્ય સીએમ-પીએમ બનવાનું નથી.  પરંતુ, ભાજપને હરાવવાનું છે. હું ક્યારેય વડાપ્રધાન પદની રેસમાં સામેલ નહોતો. હું આજે પણ નથી મહાગઠબંધન બિહારમાં આગામી ચૂંટણી તેજસ્વીના નેતૃત્વમાં લડશે અને હું પોતે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોને એક કરવાનો પ્રયાસ કરીશ. નીતીશ મંગળવારે અહીં મહાગઠબંધન ધારાસભ્ય દળની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને જોઈને મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે તમારા નેતૃત્વને જણાવો કે, હું વડાપ્રધાન પદનો દાવેદાર નથી. 2024માં કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનું હવે મારું લક્ષ્ય બની ગયું છે. આ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે. વિરોધ પક્ષોને એક કરશે. 

નીતીશે મંચ પર બેઠેલા નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ તરફ ઈશારો કરીને કહ્યું કે, હવે તેમને પ્રમોશન આપવું પડશે. જો આપણે બધા એક થઈને ચૂંટણી લડીશું તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ બિહારમાં એકપણ બેઠક જીતી શકશે નહીં. 2025ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને સફળતા નહીં મળે. જો વિપક્ષ એક થાય તો કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનું અસંભવ પણ નથી. અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અન્ય પક્ષોએ પણ આ અંગે વિચારવું જોઈએ. ભાજપ જુઠ્ઠાણા, નફરત અને દ્વેષની રાજનીતિ કરી રહી છે. નીતિશે મહાગઠબંધનના ધારાસભ્યો-વિધાન પરિષદના સભ્યોને વિધાનમંડળના શિયાળુ સત્રમાં એકજૂટ રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, સાતેય પક્ષો એકસાથે આવી ગયા છે. આપણે આપણી એકતાને ધારદાર રીતે જાળવી રાખવાની છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ધારાસભ્યએ તેમના વિસ્તારની સમસ્યાઓ લખવી જોઈએ. તેનું તરત જ નિદાન થશે. મહાગઠબંધનમાં તમામ જાતિ અને ધર્મના લોકો છે. આપણે પણ દરેક માટે કામ કરવાનું છે. દારૂબંધી અંગેની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશે કહ્યું હતું કે, સરકારે અગાઉ આ વ્યવસાય સાથે સંકળાયેલા ગરીબોને એક લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. જેથી તેઓ પોતાની આજીવિકા માટે અન્ય કામ કરી શકે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે, મહાગઠબંધનના તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી નીતિશ કુમારના દરેક નિર્ણયની સાથે છે. અમે નીતિશ કુમારના રૂપમાં નેતૃત્વનો અનુભવ કર્યો છે. ખડકાળ એકતા છે. આપણે ગૃહના નેતા સાથે મળીને કામ કરવાનું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર બિહાર સાથે સતત સાવકી મા જેવું વર્તન કરી રહી છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, માંગણી છતાં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવી રહ્યો નથી. રાજ્યના હિતમાં નીતિશ કુમારે કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનો યોગ્ય નિર્ણય લીધો છે. આપણે આપણા નેતૃત્વ અને સરકારમાં વિશ્વાસ રાખવો જોઈએ. હવે, આપણે લોકશાહી, બંધારણ, શાંતિ અને ધર્મનિરપેક્ષતાને બચાવવા માટે કામ કરવાનું છે. આપણા ખભા પર પણ મોટી જવાબદારી છે.