×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા


રાજ્યપાલે મુખ્યમંત્રીને હોદ્દો અને ગોપનીયતાનાં શપથ લેવડાવ્યાં

અમિત શાહ ઉપસ્થિત રહ્યા : શપથગ્રહણ પહેલાં ભૂપેન્દ્ર પટેલ રૂપાણી, નીતિન પટેલને મળ્યા, છારોડી ગુરૂકુલમાં સંતોનાં આશીર્વાદ લીધાં

પ્રથમવાર ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો ઉપરાંત સંગઠનના મહામંત્રી બી.સંતોષને શપથવિધિમાં સ્ટેજ પર સ્થાન અપાયું

અમદાવાદ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. જોકે, શપથગ્રહણ અગાઉ ભૂપેન્દ્ર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસૃથાને જઇને શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની શપથવિધીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખાસ હાજરી આપી હતી.

મુખ્યપ્રધાન તરીકે શપથ લેતા પહેલાં વહેલી સવારે ભૂપેન્દ્ર પટેલ છારોડી સિૃથત ગુરૂકુળ પહોંચ્યા હતાં. જયાં તેમણે સંતોના આર્શિવાદ મેળવ્યા હતાં. આ ઉપરાંત તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસૃથાને પહોચ્યા હતાં. જયાં તેમણે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સીએમ હાઉસ ખાતે વિજય રૂપાણીને મળ્યાં હતાં.

બપોરે અઢી વાગે રાજભવનના સંકુલમાં આયોજીત શપથવિધી સમારોહમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષામાં શપથ લીધા હતાં. આ સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત હાજર રહ્યા હતાં.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા પણ શપથગ્રહણ સમારોહમાં ઉપસિૃથત રહ્યા હતાં. પહેલીવાર એવુ બન્યુ કે, શપથવિધી સમારોહમાં ભાજપના કેન્દ્રીય નિરિક્ષક પ્રફુલ જોશી ઉપરાત ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.સેતોષને સ્ટેજ પર સૃથાન અપાયુ હતું.

ઉલ્લેખનીય છેકે, કર્ણાટક સહિતના રાજ્યોમાં ભાજપ હાઇકમાન્ડે નેતૃત્વ પરિવર્તન કરી મુખ્યમંત્રી બદલ્યા છે અને નવુ પ્રધાનમંડળ રચ્યુ છે જેમાં બી.સંતોષની મહત્વની ભુમિકા રહી છે.પોલીસ બેન્ડની રાષ્ટ્રગાનની સુરાવલી સાથે શપથવિધી સમારોહ સંપન્ન થયો હતો. રાજ્ભવનની બહાર સમર્થકોનો ભારે જમાવડો થયો હતો. આ ઉપરાંત શપથ સમારોહમાં ય ભારત માતા કી જયના સૂત્રોથી વાતાવરણ ગુંજ્યુ હતું.