×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુકેશ અંબાણી પાસે સચિન વાજે ખંડણી વસુલવા માંગતો હતો, NIAની ચાર્જશીટમાં સ્ફોટક આરોપ

મુંબઈ,તા.8 સપ્ટેમ્બર 2021,બુધવાર

દેશભરમાં ચકચાર જગાવનાર એન્ટિલિયા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વાજે પર ગંભીર આરોપો લગાવ્યા છે.

એજન્સીએ પોતાની ચાર્જશીટમાં કહ્યુ છે કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર રાખવા પાછળ મોટુ ષડયંત્ર હતુ. સચિન વાજે અ્ને તેના સાથીદારો મુકેશ અંબાણી પાસેથી ખંડણી વસુલવા માંગતા હતા.

ચાર્જશીટમાં દાવો કરાયો છે કે, સ્કોર્પિયન કારમાં વિસ્ફટકો વાજેએ પોતે રાખ્યા હતા. તે જ આ ગાડીને ડ્રાઈવ કરી રહ્યો હતો અને તેણે ધમકીભર્યો પત્ર પણ મુક્યો હતો. જેમાં તેણે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને સંબોધીને ધમકી આપી હતી. પોલીસ વિભાગ સાથે જોડાયેલા સચિન વજે, પ્રદીપ શર્મા અને સુનીલ માને ટેરરિસ્ટ ગેંગના સભ્યો હતા, તેમણે પોતાના કૃત્યથી આતંક ફેલાવ્યો હતો.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આ ત્રણે પર આતંકવાદી ગતિવિધિઓ માટે લગાડાતી કલમો લગાડી છે. 10000 પાનની ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે કે, જે ગાડીમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા તે ગાડી હિરેન મનસુખે સચિન વાજેને વેચી દીધી હતી. આ સ્કોર્પિઓ કારની પાછળ એક સરકારી ઈનોવા કરા હતી અને આ કાર સચિન વાજેની હતી .કારના ડ્રાઈવરનુ કહેવુ છે કે, વાજેએ આ મામલે મને અંધારામાં રાખીને કહ્યુ હતુ કે, એક સિક્રેટ ઓપરેશન ચાલી રહ્યુ છે.

સ્કોરપિયો ગાડી મુક્યા બાદ વાજેએ પોતે કપડા બદલી લીધા હતા અને ડ્રાઈવરને પણ બદલાવી લીધા હતા. એન્ટિલિયા કાંડને અંજામ આપવા માટે વાજેએ એક હોટલમાં 100 દિવસ માટે રૂમ બૂક કરાવ્યો હતો. સચિન વાજે અગાઉ એક વિવાદીત કેસના કારણે 16 વર્ષ પોલીસ વિભાગની બહાર રહ્યો હતો અને તેણે બહુ જલ્દી નામ કમાવવા માટે એન્ટિલિયા કાંડનુ ષડયંત્ર રચ્યુ હતુ.

વાજેએ સ્કોરપિઓ પાર્ક કરી તે બાદ મુકેશ અંબાણીના સુરક્ષા કર્મચારીઓએ લાવારિસ પડેલી કાર જોઈ હતી. એ પછી વાજે પોતે જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેથી ઈન્વેસ્ટિગેશન તેની પાસે રહે.