×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુકેશ અંબાણીનાં ઘર એન્ટિલિયાની બહારથી મળી શંકાસ્પદ કાર, 20 જિલેટીન સ્ટીક્સ જપ્ત

મુંબઇ, 25 ફેબ્રુઆરી 2021 ગુરૂવાર

દેશનાં સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત પેડર રોડ પર આવેલા આલિસાન નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર શંકાસ્પદ સ્કોર્પિયોની એસયુવી કાર અને તેમાંથી 20 જીલેટીન લાકડીઓ મળી આવી છે. આ શંકાસ્પદ કાર મળી આવ્યા સમાચાર બાદ એન્ટી બોમ્બ સ્કવોડ તથા મુંબઇ એટીએસની ટીમ પણ પહોંચી ગઇ છે, અને એટીએસની ટીમ આતંકી એન્ગલ પર તપાસ કરી રહી છે.

તપાસ કરનારી ટીમને કારમાંથી જિલેટીનની લાકડીઓ મળી આવ્યા બાદ તુરંત જ ડોગ સ્કવોડને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી, રાજ્યનાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે મુંબઇમાં મુકેશ અંબાણીનાં નિવાસ સ્થાન નજીકથી એક કાર મળી છે, અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઇ છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓએ આસપાસનાં સીસીટીવી કેમેરા ફુટેજ જોવા લાગ્યા છે, તે જ રીતે ગાડી અંગે પણ ઝીણવટપુ્ર્વક તપાસ કરવામાં આવી રહી છે.

અંબાણીના ઘરની આસપાસ સઘન સુરક્ષા 

કારમાંથી જિલેટીન લાકડીઓ મળી આવતાં મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર ગઈ છે. મુકેશ અંબાણીના ઘરની આસપાસ સુરક્ષા સઘન કરવામાં આવી છે. મુકેશ અંબાણી પાસે પહેલાથી જ Z+ સિક્યુરિટી કવર છે અને તેમની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફને સોંપવામાં આવી છે. આ સિવાય મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને Y કેટેગરીની સુરક્ષા મળી છે.

જિલેટીન શું છે, કેટલું ખતરનાક છે?

જિલેટીન એક વિસ્ફોટક સામગ્રી છે. ટેકનીકલ ભાષામાં તેને નાઇટ્રોસેલ્યુલોઝ અથવા ગન કોટન પણ કહેવામાં આવે છે. તેને નાઇટ્રોગ્લિસરિન અથવા નાઇટ્રોગ્લાયકોલમાં તોડીને તેમાં લાકડાની લુગદી અથવા શરાનું મિશ્રણ કરાવામાં આવે છે, તે ધીમે ધીમે બળે છે અને સામાન્ય રીતે ડિટોનેટર્સ વિના વિસ્ફોટ કરી શકાતો નથી. જિલેટીનનો ઉપયોગ બેલેસ્ટ ક્રશર્સ પરના ખડકોને તોડવા માટે થાય છે. તેનો ઉપયોગ પર્વતોને તોડવા માટે વિસ્ફોટક તરીકે પણ થાય છે. તેના ઉપયોગ દરમિયાન ખૂબ કાળજી રાખવી પડેશે.