×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈ: ડ્રગ્સ કેસમાં કેવી રીતે થઈ વસૂલી, SITની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો


મુંબઈ, તા. 09 નવેમ્બર 2021 મંગળવાર

ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનુ નામ આવ્યા બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે અને હવે જાણવા મળ્યુ છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નામે કેટલાક લોકોએ વસૂલી કરી છે. આ વાતનો ખુલાસો મુંબઈ પોલીસની SITની તપાસમાં થયો છે. 

વસૂલી કાંડની તપાસ કરી રહી છે SIT

મુંબઈ પોલીસની એસઆઈટી ડ્રગ્સ મામલે વસૂલી કાંડની તપાસ કરી રહી છે. એસઆઈટીને હજુ સુધીની તપાસમાં સમીર વાનખેડે કે એનસીબીના કોઈ પણ અધિકારીની સંડોવણી મળી નથી. જોકે હજુ પણ તપાસ ચાલી રહી છે.

એનસીબીના નામે વસૂલીનો ખુલાસો

મુંબઈ પોલીસના વિશ્વસનીય સૂત્રો અનુસાર એસઆઈટીને એ જરૂર જાણવા મળ્યુ કે NCBના નામે કેટલાક લોકોએ વસૂલી જરૂર કરી છે. જેમાં સૌથી પ્રમુખ નામ કિરણ ગોસાવીનુ સામે આવી રહ્યુ છે. 

કિરણ ગોસાવીએ આ રીતે આપ્યો વસૂલી કાંડને અંજામ

મુંબઈ પોલીસ સૂત્રો અનુસાર કિરણ ગોસાવી અને કેટલાક લોકોએ ઘણી ચાલાકીથી પોતાને એનસીબીના અધિકારી ગણાવીને વસૂલી કાંડને અંજામ આપ્યો છે. કિરણ ગોસાવીએ પહેલા મોટી ચાલાકીથી આર્યન ખાનની સાથે પોતાની સેલ્ફી ક્લિક કરી અને ફરી પોતાના મોબાઈલમાં આર્યનની ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી.

જ્યારે આર્યન ખાનને એનસીબીની ઓફિસ લાવવામાં આવ્યો તો ગોસાવીને એ વાત સારી રીતે જાણવા મળી હતી કે ત્યાં મીડિયા હાજર છે. તેથી તેમને પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવતા પોતે આર્યન ખાનનો હાથ પકડીને એનસીબી ઓફિસની અંદર લઈ ગયા. જેથી ટેલિવિઝન પર જે એનસીબી અધિકારી જ સમજવામાં આવ્યા. 

જે બાદ જ્યારે કિરણ ગોસાવી લોઅર પરેલ વિસ્તારમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીને મળ્યા તો તેણે આ તમામ પુરાવા પૂજાને પણ બતાવ્યા, જેથી એ વિશ્વાસ અપાવી શકે કે તેઓ જ NCB અધિકારી છે અને તેઓ આર્યન ખાનને આ મામલાથી બહાર નીકાળી શકે છે. 

કાનૂની સલાહ આપી રહ્યા છે મુંબઈ પોલીસ

હવે મુંબઈ પોલીસ પોતાની આ તપાસના આધારે કિરણ ગોસાવી અને કેટલાક લોકો પર પ્રિવેન્શન ઑફ કરપ્શનનો કેસ નોંધવા ઈચ્છે છે. જે માટે કાનૂની સલાહ આપવામાં આવી રહી છે. હજુ સુધી આ મામલે શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીનુ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવી શકે નહીં, કેમ કે તેમણે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપ્યો છે. જોકે આ મામલે એક્ટર ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેનુ નામ પણ સામે આવ્યુ છે, પરંતુ હાલ તેમણે પોતાને કોરોના સંક્રમિત ગણાવ્યા છે. તેથી કેસની તપાસમાં રફ્તાર ધીમી થઈ રહી છે.