×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCBએ કરી ધરપકડ, રેવ પાર્ટીમાં હતો સામેલ


મુંબઈ, તા. 03 ઓક્ટોબર 2021 રવિવાર

ડ્રગ્સ પાર્ટી કેસમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી લેવાઈ છે. એનસીબીએ આર્યનને ક્રૂઝમાં તેની હાજરીને લઈને લાંબી પૂછપરછ કરી, જે બાદ તેની ધરપકડ કરી લેવાઈ છે.

દેશમાં ચકચાર જગાવનાર આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના પ્રમુખ એસ એન પ્રધાને કહ્યુ હતુ કે, અમને આ પાર્ટી અંગે પંદર દિવસ અગાઉથી જાણકારી હતી. અમે સતત તેના આયોજનની વિગતો ભેગી કરી રહ્યા હતા. એક વખત અમને ખાતરી થઈ હતી કે, પાર્ટી ક્યારે અને કેવી રીતે યોજાશે એ પછી અમે રેડ કરી હતી. અમારા 22 અધિકારીઓ મુસાફર બનીને ક્રુઝ પર પહોંચ્યા હતા.રેડ અંગેની જાણકારી શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને શિપિંગ મિનિસ્ટ્રીને આપવામાં આવશે.જે લોકોની અટકાય કરાઈ છે તેમની સામે પૂરાવા મળ્યા છે.હજી જેમનો રોલ સામે આવશે તેમની પૂછપરછ કરવામાં આવશે.પાર્ટી યોજનારા લોકોને પૂછપરછનો સામનો કરવો જ પડશે.તેઓ બચી નહીં શકે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સાત કલાક સુધી ચાલેલા દરોડામાં એનસીબીને કોકીન, હશીશ, મેફેડ્રીન સહિતના ચાર પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે.એનસીબીની પૂછપરછમાં હજી પણ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. મુંબઈ અને ગોવા વચ્ચેની આ ક્રુઝનુ ઓપિનિંગ તાજેતરમાં જ થયુ હતુ અને તે વખતે યોજાયેલી પાર્ટીમાં પણ બોલીવૂડના મોટા સ્ટાર સામેલ થયા હતા.

જે જહાજ પર દરોડો પડાયો છે તેમાં બોલીવૂડ, ફેશન અને બિઝનેસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સામેલ હતા.સૂત્રોના કહેવા પ્રમાણે શનિવારે આ જહાજ રવાના થવાનુ હતુ.પહેલા દિવસે અમેરિકાના ખ્યાતનામ ડીજેનુ આ પાર્ટીમાં પરફોર્મન્સ થવાનુ હતુ.આઈવરી કોસ્ટના એક ડીજે તેમજ મોરક્કોથી કલાકારને પણ બોલાવાયા હતા. એવી વિગતો સપાટી પર આવી છે કે, 600 લોકો આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં સામેલ હતા. પાર્ટી માટે 2 લાખ રુપિયા સુધી ટિકિટ રાખવામાં આવી હતી. તેમાં તમામ પ્રકારના ડ્રગ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

એનસીબીના સુત્રોનુ કહેવુ છે કે, ક્રુઝ પર પાર્ટી માટે સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતુ. કોઈએ પેન્ટની સિલાઈમાં તો કોઈએ શર્ટના કોલરમાં તો મહિલાઓએ પર્સના હેન્ડલમાં ડ્રગ્સ સંતાડ્યુ હતુ. કેટલાક લોકોના અન્ડરવેરમાંથી પણ ડ્રગ્સ પકડાયુ છે. એનસીબી હેડક્વાર્ટર દ્વારા સમગ્ર કેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ દિલ્હીની એક કંપની Namascray Experience દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક મુસાફરની ટિકિટની કિંમત 80,000 રૂપિયા હતી.