મુંબઈમાં ચોમાસાના પહેલાં જ દિવસે 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
- આવતાં ચાર દિવસ મુંબઈ સહિત કોંકણ પર અતિવૃષ્ટિની ચેતવણી, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર
- લોકલ સેવા, હવાઈ સેવા અને વાહન વ્યવહાર પર માઠી અસર, મીઠી નદી કિનારાની ઝૂંપડપટ્ટીના અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, જનજીવન ઠપ
- મીઠી નદીની સપાટી વધતા એરપોર્ટના રનવે પર પાણી ભરાયું, ઉડયન સેવા પર અસર
મુંબઇ : મુંબઈમાં ઘણા વર્ષો બાદ ચોમાસાએ એક દિવસ વહેલું ગાજવીજ સાથે આગમન ધમાકેદાર કર્યું છે. મંગળવારના મોડી રાતથી શરૂ થયેલા વરસાદની તીવ્રતા આજે ખૂબ જ વધી હતી. જેથી વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે સમગ્ર મુંબઈ પહેલા વરસાદમાં જળબંબાકાર બનતાં જનજીવન અસ્તવસ્ત થયું હતું. શહેરમાં ચોવીસ કલાક દરમિયાન લગભગ અગિયાર ઇંચ વરસાદ વરસ્યો હતો. આવતા ચાર દિવસ મુંબઈ સહિત કોંકણ પર વાદળ ફાટવાની ચેતવણી અને ઓરેન્જ તેમ રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
ઘર અને દિવાલ પડવાના સહિત વિવિધ દુર્ઘટના બની હતી, પણ કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી. શહેરના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત હોસ્પિટલો તેમ જ કોવિડ સેન્ટરોમાં પાણી ભરાયા હતા. પ્રથમ દિવસે વરસાદમાં મુંબઈ જળબંબાકાર બનતા મુંબઈ મહાનગર પાલિકાના નાળાસફાઈ ૧૦૪ ટકા કર્યા હોવાનો દાવો પોકળ સાબિત થતાં ભાજપ સહિત ચોફેરથી શિવસેના અને વહીવટીતંત્ર પર ટીકાઓ થઈ હતી.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તેમ જ રસ્તા, હાઇવે અને પાટામાં પાણી ભરાતાં લોકલ સેવા ઠપ થઈ તેમ જ વાહનવ્યવહાર પર અસર પડતાં મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ સિવાય મૂશળધાર વરસાદને લીધે હવાઈ સેવા પર અસર પડી હતી.
શહેરમાં પાણી ઘૂંટણથી કેડસમા પાણી ભરાતા વાહનવ્યવહાર તથા બસ સેવાને અન્ય માર્ગે વાળવામાં આવ્યો હતો. અનેક વાહનો તથા બસ બ્રેક ડાઉન થઈ હતી. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરી, અદાલતમાં તેમ જ અત્યાવશ્યક સેવા આપનારા કર્મચારીઓ કામ પર પહોંચવા તકલીફ પડી હતી. ઘણા લોકો કામધંધે જઈ શક્યા નહોતા. કામ વગર ઘરની બહાર નહીં નીકળવાનું પાલિકાએ લોકોને અપીલ કરતી હતી. હોસ્પિટલો તથા સોસોયટીઓ, ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે દરિયામાં આજે સવારે ૧૧ કલાક ૪૫ મિનિટે હાઇ ટાઇડની ચેતવણી હવામાન વિભાગે આપી હતી.
સાંબેલાધાર વરસાદને લીધે શહેરમાં ભીંત પડવાના, વૃક્ષ તૂટી પડવાના, ઘર પડવાના, શોર્ટસર્કિટ, ભેખડ ધસી પડવાની ઘટના બની હતી.
મધ્ય રેલવેના પાટામાં પાણીમાં ડૂબી ગયા હતા. કુર્લા-સાયન વચ્ચે પાણી પાટામાં ભરાતાં મધ્ય રેલવેની તથા ચુનાભઠ્ઠી ખાતે પાટામાં પાણી ભરાતા હાર્બરની રેલવે સેવા બંધ રહી હતી. જેના લીધે અત્યાવશ્યક સેવા આપનારા કર્મચારીઓ કામ પર જવા રખડી પડયા હતા. શહેરમાં અનલોક મૂકવાથી લોકો મોટી સંખ્યામાં ખાનગી વાહનો, સાર્વજનિક પરિવહનની બસો થકી કામધંધે જવા નીકળ્યા હતા, પણ રસ્તામાં પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો. વાહનો, બસોને અન્ય માર્ગે વાળ્યા હતા.
મંગળવાર રાતે ૮થી બુધવાર રાતે ૮ વાગ્યા સુધી વીતેલા ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં ૨૬૦.૬ મિ.લી. (સાડાદસ ઇંચ) અને કોલાબામાં ૯૨.૦ મિ.મિ. (પોણાચાર ઇંચ) વરસાદ વરસ્યો હોવાનું કોલાબા વેધશાળાએ નોંધ્યું હતું.
આગામી ત્રણ દિવસમાં મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. માછીમારોએ દરિયા નહીં ખેડવાની સૂચના આપી છે.
મુંબઈ અને ઉપનગરમાં આજે સવારથી મૂશળધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. દાદર, કુર્લા, સાયન, માટુંગા, હિંદમાતા, અંધેરી, ઘાટકોપર, ગોરેગામ, મલાડ, જોગેશ્વરી, કાંદિવલી, બોરીવલી, ભિવંડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્.ો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી કેડસમા ભરાયા હતા.
મુંબઈમાં દાદર, હિંદમાતા, સાયન, કિંગ સર્કલ, માટુંગા, અંધેરી સબવે, મલાડ સબવે, દહિસર સબવે, સાંતાક્રુઝ મિલન સબવે, ખાર સબવે, નાનાચોક, વરલી, લોઅર પરેલ, બોરીવલી, એસ. વી. રોડ, વેસ્ટર્ન તથા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પાણી ભરાયા હતા. ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતા હિંદમાતા પરિસરમાં પાણી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતા.
મીઠી નદીની પાણીની સપાટી વધતાં કુર્લાના ક્રાંતિનગર ઝૂંપડપટ્ટીમાં વસતા અનેક પરિવારોને પાલિકાએ સ્થળાંતર કરાવ્યા હતા. ચોમાસ પૂર્વે શહેરમાં નાળાઓ ૧૦૪ ટકા સાફ કર્યા છે એવો દાવો પોકળ સાબિત થયો હતો. પરિણામે મુંબઈ મહનગર પાલિકાની સત્તાધારી શિવસેના તથા વહીવટીતંત્રના માથે ભાજપે માછલા ધોયા હતા. નાળા સફાઈને બદલે હાથ કી સફાઈ કરી હોવાનો આરોપ કર્યો હતો. ૭૦ કરોડ રૂપિયા નાળા સફાઈમાં વેડફાઈ ગયા.
શહેરમાં વરસાદી પાણીનો નિકાલ કરવા ઠેર ઠેર મૂકાયેલા પાણી ખેંચવાના પમ્પો, તેમ જ છ પમ્પિંગ સ્ટેશનો શરૂ કર્યા હતા. પાલિકાના સંબંધિત વિભાગે યુદ્ધના ધોરણે પાણી નિકાલ કરવાનું શરૂ કર્યું હતું.
મુંબઈમાં મંગળવાર રાતે ૮.૩૦થી બુધવાર રાતે ૮.૩૦ વાગ્યા સુધી વીતેલા ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં ૨૬૦.૬ મિ.મિ. (સાડાદસ ઇંચ) અને કોલાબામાં ૯૨.૦ મિ.મિ. (પોણાચાર ઇંચ) વરસાદ વરસ્યો હોવાનું વેધશાળાએ નોંધ્યું હતું. પાલિકાએ સવારે ૮થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી આપેલા આંકડા અનુસાર તળ મુંબઈમાં ૧૦૨.૨૯ મિ.મિ. પૂર્વ ઉપનગર ૧૬૯.૧૭ મિ.મિ., પશ્ચિમ ઉપનગરમાં ૧૩૭.૩૩ મિ.મિ.નો સમાવેશ થાય છે.
મૂશળધાર વરસાદને લીધે મુંબઈની જે. જે. હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, કોવિડ કેઅર સેન્ટરમાં પાણી ભરાયા હતા. જેથી દરદીઓને ભારે તકલીફ થઈ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતા. દાદર ટીટી સર્કલ, હિંદમાતા, પરેલ, લોઅર પરેલ, સાયન, કિંગસર્કલ, નાનાચોક, ગોળદેવી, મુંબઈ સેન્ટ્રલ વડાલા, વરલી, વરલી સીફેસ, બહેરામબાગ જંક્શન, શક્કર પંચાયત ચોક, ચુનાભઠ્ઠી, ક્રાંતિનગર, મલાડ સબવે, અંધેરી સબવે, પોઇસર સબવે, કાંદિવલી, માનખુર્દ, ઘાટકોપર, મુલુંડ, ભાંડુપ, ચેમ્બુર, ખોદાદ સર્કલ, ગોરેગામ, ઓબેરોય મોલ, અંધેરી માર્કેટ, દહિસર વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. વેસ્ટર્ન એક્સપ્રેસ, ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, એલ. બી. એસ અને એસ. વી. રોડ પર અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. આને લીધે વાહનો તથા બેસ્ટની બસોને અન્ય માર્ગે વાળવા પડયા હતા. બેસ્ટની આશરેે ૧૫૦થી વધુ બસો અન્ય માર્ગેથી પસાર કરવી પડી હતી. કેટલીક બસોને રદ્દ કરી હતી. ૩૦ બસો બ્રેકડાઉન થઈ હતી.
શહેરમાં મૂશળધાર વરસાદમાં છ ઠેકાણે ઘર અને દિવાલ પડવાની ઘટના બની હતી. એમાં તળ મુંબઈમાં બે, પૂર્વ ઉપનગરમાં બે અન ેપશ્ચિમ ઉપનગરમાં બેનો સમાવેશ થાય છે. શહેરભરમાં લગભગ ૩૨ ઠેકાણે વૃક્ષો મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયા હતા. એમાં પૂર્વ ઉપનગરમાં ૧૯ અને પશ્ચિમ ઉપનગરમાં ૮, શહેરમાં ૫ ઠેકાણેનો સમાવેશ થાય છે. જ્યારે શોર્ટ સર્કિટના ૧૪ ઠેકાણે બનાવ બન્યા હતા. એમાં તળ મુંબઈમાં ૯, પૂર્વ ઉપનગરમાં ૩ અને પશ્ચિમ ઉપનગરમાં બેનો સમાવેશ થાય છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકરાની જાનહાનિ થઈ નથી.
શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે.