×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈની એક સ્કુલના 22 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, BMC એ પરિસરને સીલ કર્યું

મુંબઈ, 26 ઓગસ્ટ 2021 શનિવાર

દેશમાં કોરોનાની સ્થિતિ કેરળ અને મહારાષ્ટ્રમાં નિયંત્રણ બહાર છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. ગુરૂવારે, મુંબઈની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલના 22 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળ્યા છે. મુંબઈનાં અગ્રીપાડા વિસ્તારમાં આવેલી શાળામાં અત્યાર સુધીમાં કુલ 95 જણાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી 22 કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ પછી BMC એ શાળા પરિસરને સીલ કરી દીધું છે.

મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે

મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં બુધવારે (25 ઓગસ્ટ)નાં દિવસે 5,031 નવા કેસ નોંધાયા અને 216 ચેપગ્રસ્ત લોકોના મોત થયા. અગાઉ 21 ઓગસ્ટ સુધી, સંક્રમિતોની સંખ્યા પાંચ હજારથી ઓછી આવી રહી હતી. 17 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંક્રમણનાં 4,355 નવા કેસ નોંધાયા અને 119 લોકોનાં મોત નીપજ્યાં.

કેસોમાં સતત ઘટાડાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરી કોરોનાના દૈનિક કેસો વધવા લાગ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં 50,183 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનાં કેસ નોંધાઇ રહ્યા છે.