×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઇ : માત્ર 11 દિવસમાં જ મહિનાભરનો વરસાદ પડ્યો, અંધેરી સબવેમાં પાણી ભરાયું, રવિવાર સુધી હાઇ એલર્ટ

મુંબઇ, તા. 12 જૂન 2021, શનિવાર

મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસથી સત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ વી સર્જિ છે કે હજુ તો ચોમાસાની શરુઆતના માત્ર 11 દિવસમાં જ એક મહિનાનો વરસાદ પડી ગયો છે. મુંબઇમાં 11 દિવસમાં 560 મિલીમિટર કરતા વધારે વરસાદ પડ્યો છે, જે હજુ પણ શરુ છે. આ સિવાય આગામી બે દિવસ પણ આવે ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. જેના કારણે હવામાન વિભાગે મુંબઇ, ઠાણે, રત્નાગિરી અને રાયગઢમાં રવિવાર સુધી હાઇ એલર્ટ જાહેર કર્યુ છે.

મુંબઇમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન બાદથી સતત વરસાદ શરુ છે. ભારે વરસાદને કારણે અંધેરી સબવેમાં પાણી ભરાયા છે. કુર્લા, સાંતાક્રુઝ, અંધેરી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઇ માટે તો દર વર્ષે ચોમાસુ આ પ્રકારની મુસીબત લઇને આવે છે. માત્ર અમુક કલાકના વરસાદથી જ ત્યાંનુ જનજીવન અસ્ત વ્યસ્ત થવા લાગે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 અને 14 જૂનના દિવસે મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેની આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય બીએમસી દ્વારા પણ લોકોને દરિયા નજીક જવાની ના પાડવામાં આવી છે. આ સાથે જ પ્રશાસન અત્યારે એલર્ટ મોડ પર છે. ભારે વરસાદની શક્યતા વચ્ચે એનડીઆરએફની 15 ટીમોને વિવિધ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. આ સાથે બીએમસીએ અત્યારે વિવધ સ્થળે પડેલા વૃક્ષોને દૂર કરવાનું અને જળભરાવને દૂર કરવાનું કામ હાથ ધર્યુ છે.


આ સિવાય રવિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં 204.05 સુધી વરસાદ પડવાની શક્યતા છે. મંગળવાર સુધીમાં શહેરના કોંકણ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગ પ્રમાણે શુક્રવારે રાતે 8:30 સુધી 24 કલાકમાં મુંબઇમાં 107 મિમી વરસાદ પડ્યો છે.