×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ની નજીક : ડીઝલ રૂ. 91ને પાર


પેટ્રોલમાં 19 અને ડીઝલમાં 29 પૈસાનો વધારો

ચાલુ મહિનામાં 11 વખત કરાયેલા ભાવવધારામાં પેટ્રોલમાં કુલ રૂ. 2.64 અને ડીઝલમાં કુલ રૂ. 3.07નો વધારો

દિલ્હીમાં પેટ્રોલ રૂ. 93.04, ડીઝલ રૂ. 83.80 : રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 104, ડીઝલ રૂ. 96.62

નવી દિલ્હી : ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતા મુંબઇમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો હતો અને ડીઝલનો ભાવ 91 રૂપિયાને પાર થઇ ગયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 

ચાલુ મહિનામાં ઓઇલ માર્કેિંટંગ કંપનીઓ દ્વારા આજે 11મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતાં. આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 93.04 રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને 83.80 રૂપિયા થઇ ગયો છે. 

ઉલ્લેખનીય છે કે રાજસૃથાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં અગાઉથી જ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. આજના ભાવ વદારા પછી મુંબઇમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. 

આ સાથે જ મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 99.32 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 91.01 રૂપિયા થઇ ગયો છે.  રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટનો દર અલગ અલગ હોવાથી વિવિધ રાજ્યોંમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. પેટ્રોલ અને ડીઝલ પર સૌૈથી વધુ વેટ રાજસૃથાનમાં છે જ્યારે ત્યારબાદ મધ્ય પ્રદેશમાં છે.

દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ડોલરના ભાવના ધ્યાનમાં રાખીને દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. 18  દિવસના વિરામ પછી ચોથી મેથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યુ છે. 

ચોથી મેથી અત્યાર સુધી 11 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાથી 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા ન હતાં.

આજના ભાવ વધારા પછી રાજસૃથાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ વધીને 104 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.62 રૂપિયા થઇ ગયો છે. ચાલુ મહિનામાં 11 વખત કરાયેલા ભાવવધારામાં પેટ્રોલમાં કુલ 2.64 રૂપિયા અને ડીઝલમાં 3.07 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.