×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મીતીયાળામા આજે 5 મિનિટમાં જ ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 2.8 મપાઈ

Image : pixabay

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2023, શનિવાર

સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા. અમરેલીના મીતીયાળામાં આજે સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે પણ આ પંથકમાં ભૂપંકના આચકા અનુભવાયા હતા. એક બાદ એક ત્રણ આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. મીતીયાળા પંથકમાં આજે સવારે 5 મિનિટના જ ગાળામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. 

ઉપરાછાપરી ભૂકંપના આંચકા આવ્યા

અમરેલીના મીતીયાળામાં સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે 5 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા આવતા બધામાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેમાં પહેલો આંચકો સવારે 7.52 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે. સતત ભૂકંપના આંચકાથી ગામડાંઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. ત્રીજા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ હતી. ઉપરાછાપરી ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.