×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મિશન 2024 : દિલ્હીમાં NDAની બેઠક શરૂ, PM મોદી પણ ઉપસ્થિત, 38 પક્ષો પણ સામેલ થયા

નવી દિલ્હી, તા.18 જુલાઈ-2023, મંગળવાર

આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તમામ મુખ્ય રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. આ ક્રમમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધન NDAની બેઠક આજે શરૂ થઈ થઈ છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મહારાષ્ટ્રના નાયબમંત્રી અજિત પવાર અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ (અજિત પવાર જૂથ), મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓ હાજર છે. દરમિયાન આ પહેલા 38 રાજકીય પક્ષો સાથે NDAની શરૂ થયેલી મહાબેઠકમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠક દિલ્હીના અશોકા હોટલમાં ચાલી રહી છે.

વડાપ્રધાન મોદીનું હાર પહેરાવીને સ્વાગત

આ દરમિયાન વડાપ્રધાન મોદીનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 38 રાજકીય પક્ષો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ બેઠક પહેલા ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, આ ખૂબ જ આનંદની વાત છે કે એનડીએ પાર્ટીના સભ્યો આજે બેઠકમાં ભાગ લેશે. અમારું જોડાણ રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવા અને પ્રાદેશિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માંગે છે."